Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાજકોટ બાર એસો.દ્વારા ચાલતા એડવોકેટ વેલફેર ફંડનો ચેક અર્પણઃ વાર્ષિક ફી ભરવા અનુરોધ

રાજકોટ તા. ર૬ : રાજકોટના એડવોકેટ વેલફેર ફંડના સભ્‍યોએ પોતાની વાર્ષિક ફી ભરવાની બાકી હોય તેઓએ તાત્‍કાલીક વાર્ષિક ફી ભરીને રીન્‍યુ કરાવી લેવા જણાવાયું છે.રાજકોટ બાર એશોસીએશનના વકીલઓ કે જે રાજકોટ બાર એશોસીએશનમાં નોંધાયેલા હોય અને એડવોકેટ વેલફેર ફંડના વાર્ષિક મેમ્‍બર હોય તે મેમ્‍બરે વેલફેર ફંડની ફી ભરવાની બાકી હોય તે તાત્‍કાલીક ફી ભરીને પોતાનુ સભ્‍ય પદ રીન્‍યુ કરવા વિનંતી છે. તથા જે એડવોકેટ વેલફેર ફંડના મેમ્‍બર બનેલ નથી તેઓએ મેમ્‍બર બનીને આ સ્‍કીમનો લાભ લેવા વિનંતી આ ઉપરાત વેલફેર ફંડ સ્‍કીમમાં એકસીડન્‍ટ વીમા પોલીસી લેવામાં આવેલ હોય જેનો પણ લાભ આપવામાં આવે છે ગત વર્ષમાં પણ રાજકોટ વેલફેર ફંડના મેમ્‍બરઓનું આકસ્‍મીક અવશાન થયેલ જેથી તેમના નોમીનીઓને તાત્‍કાલીક  ચેક દ્વારા વેલફેર ફંડમાંથી રકમની ચુકવણી કરવામાં આવેલ છે તાજેતરમાંજ એક કિસમાં વેલફેર ફંડનો ચેક આપવામાં આવેલ હતો.

શરૂઆતમાં રૂા.પ૦,૦૦૦ આપતા હતા ત્‍યાર બાદ રૂા.૬પ,૦૦૦ અને હવે આપણા લાઇફ મેમ્‍બર સભ્‍યોની સંખ્‍યા વધતા આપણે હવે રૂા. ૧,૦૦,૦૦૦ જેટલી રકમ આપી શકીએ તેમ છીએ માટે જો શકય હોય તો લાઇફ મેમ્‍બર ફી  જમાં કરાવશો તો આપણે હજુ પણ રકમ વધારી શકીએ તેમ છીએ.

વેલફેર ફંડની યોજનાથી એડવોકેટના પરીવારને સ્‍વમાની જીવન માટે મદદરૂપ થઇ શકીએ છીએ જેમા તમારો પણ ફાળો સમાયેલો છે જેથી તાત્‍કાલીક રીન્‍યુઅલ ફી રાજકોટ બાર એશોસીએશન એડવોકેટ વેલફેર ફંડની ઓફીસ કે જે સીવીલ કોર્ટ બીલ્‍ડીંગ, પહેલા માળે, રૂમ નં.૧૦૭ મોચી બજાર રાજકોટ ખાતે જમા કરાવી જવા વિનંતી છે તેમ રાજકોટ બાર એશોસીએશન એડવોકેટ વેલફેર ફંડના ચેરમેન મંયકભાઇ આર.પંડયાની યાદીમા જણાવવામાં આવેલ છે. પ્રસ્‍તુત તસ્‍વીરમાં એક લાખનો ચેક અર્પણ કરતા ડીસ્‍ટ્રીકટ જજ વાછાણી તથા એડવોકેટ મયંક પંડયા, સુમિત વોરા, હેમાંશુ પારેખ વિગેરે દર્શાય છે.

(4:43 pm IST)