Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

હડમતાલાની સીમમાં સ્‍ટેટ મોનિટરીંગ સેલ ત્રાટક્‍યોઃ દેશી દારૂની મોટી ફેક્‍ટરી ઝડપી લીધી

ચાર શખ્‍સોની ધરપકડઃ વાડીમાં પાણીનો હોજ બનાવી પાઇપ લાઇન ભઠ્ઠીઓ સાથે જોડી દારૂ ઉતારતા હતાં: પ હજાર લીટર કાચો દારૂ જપ્‍ત

રાજકોટ, તા., ૨૬: કોટડા સાંગાણી તાલુકાના હડમતાલા ગામની સીમમાં આજે સ્‍ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ રવિરાજસિંહ જાડેજાએ પોતાના સ્‍ટાફ સાથે દરોડો પાડી દેશી દારૂ બનાવતી મોટી ફેકટરી ઝડપી લઇ ૪ શખ્‍સોની ધરપકડ કરી હતી.

મળતી માહીતી મુજબ હડમતાલા ગામની સીમમાં આવેલા દાળીપીરની દરગાહ પાછળ પુર્વ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્‍યો ત્‍યારે દેશી દારૂની ફેકટરી ધમધમતી મળી આવી હતી. એસએમસીએ સ્‍થળ ઉપરથી ધીરૂ વેલાભાઇ મેર (રહે. લોધીકા), સુરેશ બાલા સોલંકી (રહે. કમઢીયા), લતાબેન (રહે. પીપલાણા) અને છોટા હાથીમાં સામાન ભરી દારૂ બનાવવાના સાધનોની હેરાફેરી કરતા લતાબેનના પિતરાઇ (રહે. ભાડવી) ને ઝડપી લઇ કોટડા સાંગાણી પોલીસને સોંપ્‍યા છે.

સ્‍થળ ઉપરથી ૧૮ બેરલમાં ભરાયેલો પ,રપ૦ લીટર આથો, એક કેરબો, દેશી દારૂ ઉકાળવાની ભઠ્ઠી માટે વપરાતા ૧૬૦ કિલો લાકડા, ૧૦ એલ્‍યુમીનીયમ પાઇપ, ૧૬ પ્‍લાસ્‍ટીક પાઇપ, પ૭પ૦ રૂપીયા રોકડા, ૪ મોબાઇલ, એક યુટીલીટી જીપ સહીત સાડા ત્રણ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો છે.

(4:42 pm IST)