Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ચૂનારાવાડમાં પ્રેમ સંબંધ બાબતે ઝઘડો કરી જયોતીબેનને પ્રેમી સહિતે લાકડીથી મારમાર્યો

જગા જોગરાણા અને ગીતા કુન્‍દુ સામે ફરીયાદ

રાજકોટ  તા. ર૬: ચૂનારાવાડ ચોક પાસે રહેતી મહિલાને તેના પ્રેમી તથા એક મહિલાએ ઝઘડો કરી લાકડી વડે મારમારતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કલકતા હાલ રાજકોટ ચૂનારાવાડ શેરી નં. ૮માં રહેતા જયોતીબેન મોન્‍ટુભાઇ સાદુ ઉ.૪ર એ થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે જેમાં પોતાને જગા જોગરાણા નામના શખ્‍સ સાથે અગાઉ પ્રેમ સંબંધ હોઇ હાલ તેને ગીતા સંદીપભાઇ કુન્‍દુ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાતા જેની પોતાને જાણ થતા તે બાબતે જગા જોગરાણા અને ગીતા કુન્‍દુએગઇકાલે પોતાના ઘરે આવી ઝઘડો કરી લાકડી વડેમાર મારી ગાળો આપી નાશી ગયા હતા આ બનાવ અંગેપોતે થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ સી.સી.મકવાણાએ તપાસ હાથ ધરી છે

(4:41 pm IST)