Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

એકસ્‍પોના આંગણે રકતદાન કેમ્‍પ

 રાજકોટ ખાતે યોજાયેલ વૈશ્‍વિક કક્ષાનો અને ભારતનો સૌ પ્રથમ ગૌ-ટેક-ર૩માં રેકસોર્ષ ખાતે સીવીલ હોસ્‍પીટલના જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભ આશયથી રકતદાન કેમ્‍પ યોજવામાં આવેલ. કેન્‍દ્રીય મંત્રીશ્રી પુરૂષોતમભાઇ રૂપાલા, મેયર પ્રદીપ ડવ, ક્રાઇમના એ.સ.પી. વિશાલ પબારી, રાજુભાઇ ધ્રુવ, મિત્તલભાઇ ખેતાણી, રમેશભાઇ ઠકકર, ધીરૂભાઇ કાનાબાર તેમજ આત્‍મીય યુનિવર્સિટીના ટ્રસ્‍ટી જીજ્ઞેશભાઇ રાઠોડે ઉપસ્‍થિત રહી રકતદાતાઓને પ્રોત્‍સાહન પુરૂં પાડેલ. આ કેમ્‍પ શ્રીમદ્‌ રાજચંદ્ર ફાઉન્‍ડેશનના સંયુકત ઉપક્રમે રાખવામાં આવેલ છે.

 

(4:37 pm IST)