Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધો. ૧૦ ના પરિણામમાં મોદી સ્‍કુલના છાત્રોનો દબદબો

ગણિત વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ મેળવતા ૪૦ વિદ્યાર્થીઓ, A1ગ્રેડ પ્રાપ્ત કરતા મોદી સ્‍કુલના ૧૧૦ તેજસ્‍વી છાત્રો

રાજકોટઃ મોદી સ્‍કુલના તેજસ્‍વી છાત્રો ધો. ૧૦ શિક્ષણ બોર્ડના પરીણામમાં મોખરે રહ્યા છે. અકિલા કાર્યાલય ખાતે સંચાલક ધવલભાઇ મોદી, અલ્‍પેશભાઇ શાહ સહિતના તેજસ્‍વી વિદ્યાર્થીનીઓ નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા. ર૬ :  મોદી સ્‍કુલનું વિઝન ‘‘ ઉત્‍કૃષ્‍ટ શિક્ષણ દ્વારા રાષ્‍ટ્રનું નિર્માણ'' આ સુત્ર સાથે મોદી સ્‍કુલની શુભ શરૂઆત થયેલ જે આજે NEET-JEE-FOUNDATION-BOARD-CA-CPT-IPMT જેવી કોઇપણ સ્‍પર્ધાત્‍મક પરીક્ષામાં મોદી સ્‍કુલ સમગ્ર સૌરાષ્‍ટ્રનાં શિક્ષણ જગતમાં ટોચના પરિણામો આપી રહી છે.

માર્ચ-ર૦ર૩ ના ધો. ૧ર સાયન્‍સનાં રિઝલ્‍ટમાં GUJCET & BOARD TOP TEN માં ૧૮ વિદ્યાર્થીઓએ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. તેમાં ર૦ર૩ ના એક જ વર્ષમાં છ વિદ્યાર્થીઓએ ૯૯.૯૯ પીઆર મેળવેલ છે. તેમાં ફિનાદ કન્‍ડોરિયા, બાદલ તન્ના, ચાર્મી સોમૈયા, પરમ સવજાણી, ક્રેજલ ઢોલરિયા અને દેવ કોટડિયાએ ૯૯.૯૯ પીઆર મેળવેલ છે. આઉપરાંત કુલ ૧૮ વિદ્યાર્થી બોર્ડ ટોપટેનમાં સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત એન્‍જીનીયરીંગ તથા ફાર્મસીમાં એડમીશન માટે મહત્‍વની એવી GUJCETની પરીક્ષામાં ૯૯ પીઆર+ ધરાવતા ૮૦ વિદ્યાર્થીઓ છે. વર્ષ-ર૦ર૩ માં દેશની કઠિન ગણાતી એવી  JEE ની પરીક્ષામાં પણ મોદી સ્‍કુલના વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા છે. મોદી સ્‍કુલના ૪૩ વિદ્યાર્થીઓ ૯૯+ પીઆર મેળવ્‍યા જે સૌરાષ્‍ટ્રની કોઇપણ સ્‍કુલ અથવા કોચીંગ કરતા વધુ છે. આ ઉપરાંત ૭ર વિદ્યાર્થીઓએ ૯૮+ પીઆર મેળવેલ તથા ર૪૦ વિદ્યાર્થીઓએ ૯૦+પીઆર મેળવેલ છે. હાલમાં જ મેડીકલ પ્રેશ માટે લેવાતી NEET-2023 માંપણ મોદી સ્‍કુલે પોતાના રેકર્ડ બ્રેક કરે તે પ્રકારનો પરીણામ અપેક્ષિત છે. જેમાં મોદી સ્‍કુલના ર૦ વિદ્યાર્થીઓ ૬પ૦+ તથા ૬૦ વિદ્યાર્થીઓ ૬૦૦+ અપેક્ષિત છે. ગત વર્ષે પણ મોદી સ્‍કુલના માધ્‍યમથી ૧૮૮ વિદ્યાર્થીઓ MBBS પ્રવેશને પાત્ર બન્‍યા હતા.

માર્ચ-ર૦ર૩ ની ધો. ૧૦ બોર્ડ પરીક્ષાના પરિણામમાં ૯૯.૯૯ પીઆર સાથે આજ સુધીના સ્‍કુલના ઇતિહાસમાં સૌથી વધુ ૬૦૦માંથી પ૯૦ માર્કસ પ્રાપ્ત કરનાર અને વિજ્ઞાન વિષયમાં ૧૦૦/૧૦૦ માર્કસ મેળવનાર વડાલીયા યુતિ તથા વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનમાં ૧૦૦/૧૦૦ માર્કસ મેળવનાર સાવલીયા એશા એમ બોર્ડ-1st બે વિદ્યાર્થીએ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. ૯૯.૯૭ પીઆર સાથે શેઠ ટવીષા એ બોર્ડ- 3rd સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. ૯૯.૯પ પીઆર સાથે અમીપરા ફોરમ અને કોટેચા ક્રિપા એ બોર્ડ -5th સ્‍થાન પ્રાપ્ત કરે છે. બોર્ડ ટોપ ટેનમાં ૯૯.૯૦ પીઆર પી ૯૯.૯૯ પીઆર વચ્‍ચે ૧૪ વિદ્યાથીઓએ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવી વિષય પ્રથમ સ્‍થાન ૧૦ વિદ્યાર્થીઓએ મેળવેલ છે. બોર્ડમાં A1 ગ્રેડ સાથે ૧૧૦ વિદ્યાર્થીઓએ પોતાનું સ્‍થાન મેળવી શાળા પરિવાર તથા પોતાના માતા-પિતાનું નામ રોશન કરેલ છે. ઉપરાંત હાલમાં જાહેર થયેલ CBSE BOARD Std.10 ના પરિણામમાં પણ મોદી સ્‍કુલે ટોચનું સ્‍થાનમાં સ્‍ટોંગ ફાઉન્‍ડેશન થકી હાલમાં  ૧૧ સાયન્‍સ/ કોર્મસ/ આર્ટસમાં એડમીશન મેળવી મોદી સ્‍કુલના સંગાથે પોતાની ઉજવળ કારકિર્દી બનાવવામાં માટે પ્રવેશ મેળવેલ છે.

BOARD-JEE-NEET વર્ષો વર્ષ ઉચ્‍ચ પરિણામ અંગે મોદી સ્‍કુલના સંસ્‍થાપક ડો. આર.પી. મોદીએ જણાવ્‍યું કે અમો ૩પ વર્ષથી સૌરાષ્‍ટ્રના વિદ્યાર્થીઓની શિક્ષણ પધ્‍ધતિ, ઘરનાં વાતાવરણ તથા તેઓના Education Culture ને સમજીએ છીએ. જેના કારણે શ્રેષ્‍ઠ પરિણામો શકય બને છે. હાલમાં NEET, JEE (Main+Advanced)  તથા Foundation Std. 6 to 10 માટે 10 IITans, 4 NITians સાથે કુલ પપ ફેકલ્‍ટીની મોટી તથા મોદી સ્‍કુલ મેનેજમેન્‍ટની સૌરાષ્‍ટ્રની સાયન્‍સના વિદ્યાર્થીઓના માનસપેટને સમજવાની ક્ષમતાના કારણે આવા શ્રેષ્‍ઠ પરિણામો મોદી સ્‍કુલ મેળવી રહી છે. રાજકોટ તથા જામનગર સીટીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે તો બરાબર પણ સૌરાષ્‍ટ્ર તથા ગુજરાતભરના વિદ્યાર્થીઓ માટે મોદી બોર્ડિંગ સ્‍કુલ આર્શિવાદરૂપ છે. બોર્ડિંગ સ્‍કુલનું શાંત વાતાવરણ, શિક્ષણ માટેનું શ્રેષ્‍ઠ આયોજન, રીડીંગ લાઇબ્રેરી તથા ડાઉબ્‍ટ કાઉન્‍ટર, મોબાઇલ તથા સોશ્‍યિલ મીડીયાનાં પ્રદુષણોથી દૂર કુદરતી વાતાવરણ તથા કારકિર્દીના ઘડતર માટેનો મજબૂત પાયો પુરો પાડે છે. મોદી સ્‍કુલના શ્રેષ્‍ઠ પરિણામ બદલ સ્‍કુલના સંસ્‍થાપક ડો. આર.પી. મોદી પારસભાઇ મોદી, હીતભાઇ ધવલભાઇ એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા છે.

(4:20 pm IST)