Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કાલે ‘કમલમ' ખાતે કાર્યભાર સંભાળશે મુકેશ દોશી

શહેર ભાજપના પ્રમુખ તરીકે વરણી થતા વિવિધ ક્ષેત્રમાંથી અનરાધાર શુભેચ્‍છા વર્ષા

 

 

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશભાઇ દોશીની વરણી થઇ છે. આવતીકાલે તા. ૨૭ ના શનિવારે સવારે ૧૦ વાગ્‍યે તેઓ વિધિવત ચાર્જ સંભાળનાર છે. ત્‍યારે તેમની આ વરણીને આવકારી પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ પુષ્‍પગુચ્‍છ આપી શુભેચ્‍છા પાઠવી હતી. સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્‍ય રમેશભાઇ ટીલાળા, ધારાસભ્‍ય ડો. દર્શીતાબેન શાહ, મેયર ડો. પ્રદીપ ડવ, કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, હરેશભાઇ ભટ્ટ વગેરેએ પુષ્‍પગુચ્‍છ આપી શુભેચ્‍છાઓ પાઠવી હતી. નવનિયુકત શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી (મો.૯૮૨૫૦ ૭૭૭૨૫) આવતીકાલે સવારે ૯ થી ૧ દરમિયાન શહેર ભાજપના વિવિધ અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સામાજીક સંસ્‍થાના અગ્રણીઓ, શુભેચ્‍છકો, સમર્થકોનું અભિવાદન સ્‍વીકારશે. તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉપસ્‍થિત રહેવા શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે અનુરોધ કરેલ છે

(4:10 pm IST)