Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

૨૦૦૦ની નોટ બદલાવવા જતા ગ્રાહકો સાથે સેન્‍ટ્રલ બેંકના સ્‍ટાફ દ્વારા બેહુદુ વર્તન

મનઘડંત નિયમો ઠોકી બેસાડતા હોવાનો ઉદ્યોગપતિએ ઠાલવ્‍યો રોષ

રાજકોટ, તા., ૨૬: રૂપીયા ર૦૦૦ની નોટ રદ કરવાના નિર્ણય બાદ  જુદી જુદી બેંકો ગ્રાહકોને ખોટા નિયમો ઠોકી બેસાડી હેરાન કરતી હોવાની અનેક ફરીયાદો વચ્‍ચે સેન્‍ટ્રલ બેંકની પારેવડી ચોક શાખા સામે ભરતભાઇ અમલાણી નામના ઉદ્યોગપતિએ રોષ ઠાલવી પોતાની સાથે પણ સંબંધીત બ્રાન્‍ચના સ્‍ટાફ અને મેનેજરે                                                                                                                                                 અકારણ દલીલો કરી નોટ નહિ બદલી આપ્‍યાનો આક્ષેપ કર્યો હતો.

ભરતભાઇએ જણાવ્‍યું હતું કે, ગઇકાલે તેઓ સેન્‍ટ્રલ બેંકની પારેવડી ચોક શાખામાં ર૦૦૦ની ૧૦ નોટ બદલાવવા ગયા ત્‍યારે ફોર્મમાં વિગતો ભરી આપવા અને કઇ બેંકમાં તમારૂ ખાતુ છે ?  હાલમાં અમારી પાસે સ્‍ટાફ નથી માટે તમારા પૈસા નહિ બદલી આપીએ તેવું જણાવી સેન્‍ટ્રલ બેંકની મુખ્‍ય બ્રાન્‍ચ દ્વારા  નીચેની બ્રાન્‍ચોને સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી) બતાવી ધરાર નાણા બદલાવી આપ્‍યા ન હતા.

શ્રી અમલાણીએ જણાવ્‍યું હતું કે, આરબીઆઇએ જાહેર કરેલી નાણા બદલાવી આપવાની અને જમા લેવાની ગાઇડ લાઇનનું  મનઘડંત અર્થઘટન કરી, ખોટા નિયમો ઠોકી બેસાડી સેન્‍ટ્રલ બેંક દ્વારા ગ્રાહકને હેરાનગતી થાય તે વ્‍યાજબી નથી. આ બારામાં આરબીઆઇ સુધી ફરીયાદ કરવામાં આવશે.

(4:10 pm IST)