Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેલિસ્કોપ દ્વારા કાલે ચંદ્ર અને શુક્ર ગ્રહ દર્શન

રાજકોટઃ સૌરાષ્ટ્ર એજયુકેશન સંચાલિત અને ગુજકોષ્ટ પુરસ્કૃત શ્રી ઓ.વે શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રની બિગ એસ્ટ્રોનોમી કલબ દ્વારા ઉનાળુ વેકેશન કાર્યક્રમ અંતર્ગત તા. ૨૭ શનિવારે સાંજે ૮ થી ૯.૩૦ દરમ્યાન ટેલિસ્કોપ દ્વારા ચંદ્ર અને શુક્ર ગ્રહનંુ નિદર્શન  જાહેર જનતાને કરવામાં આવશે

આ નિદર્શન લોક વિજ્ઞાન કેન્દ્ર, આર્ટ ગેલેરી સામે, રેસકોર્ષ ખાતે કરવામાં આવશે. કલબના વિશાળ ટેલિસ્કોપ દ્વારા સુદ આઠમના ચંદ્ર પરના ઉલ્કા -ગર્તો એટલે કે ખાડાઓ સ્પષ્ટ જોઇ શકાશે. પૃથ્વીથી સૌથી નજીકનો તેમજ આપણાં સૌર મંડળનો સૌથી ગરમ ગ્રહ એવો શુક્ર પણ ચંદ્ર જેવીજ નોમ-દસમ જેવી કળા બતાવતો જોવા મળશે. જાહેર જનતા માટેના આ નિશુલ્ક કાર્યક્રમનો લાભ લેવા વિજ્ઞાન અને ખગોળ પ્રેમીઓને આમંત્રણ અપાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા ચંદ્ર-દર્શન નો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે.

(3:54 pm IST)