Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

'હળવુ, મળવુ, ભળવુ અને ઓગળવુ'ના સંગઠન મંત્રને સાકાર કર્યો

છેલ્લા ૭ વર્ષોમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્ર સાથે પાર્ટીનો વ્યાપ વધારવામાં સહભાગી થનાર તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યકત કરતા કમલેશ મિરાણી : ભવિષ્યમાં પાર્ટી તરફથી મળનાર કોઈપણ જવાબદારીને નિષ્ઠાપૂર્વક બજાવી પાર્ટીનો વ્યાપ વધારવાનો નિર્ધાર : પાર્ટી મહત્વની છે, પદ નહિં : કોરોનાની મહામારીમાં પાર્ટીના માધ્યમથી લોકસેવા કરવાનો એક અનેરો અવસર મળ્યો, જે મારા કાર્યકાળના ઈતિહાસમાં યાદગાર સંભારણું બની રહેશે :સાત વર્ષમાં રાજકોટમાંથી વિજયભાઈ રૂપાણી પ્રદેશ પ્રમુખ બન્યા, મુખ્યમંત્રી બન્યા, વજુભાઈ વાળા કર્ણાટકના રાજયપાલ બન્યા, સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને રામભાઈ મોકરીયા રાજયસભાના સાંસદ બન્યા, બીનાબેન આચાર્યએ પ્રદેશ ભાજપ મંત્રી, ભાનુબેન બાબરીયા કેબીનેટ મંત્રી બન્યા, ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા ધારાસભ્ય બન્યા તેમજ ડો. પ્રદિપ ડવએ ગુજરાત મેયર્સ કાઉન્સીલના ચેરમેન બનીને રાજકોટનું ગૌરવ વધાર્યુ

રાજકોટ : શહેર ભાજપના પ્રમુખ તરીકે સાત વર્ષ કરતાં પણ વધુ સમયથી જવાબદારી સંભાળનાર કમલેશ મિરાણીએ પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, ભાજપ અગ્રણીઓ, શુભેચ્છકો, સમર્થકોનો જાહેર આભાર વ્યકત કરતાં જણાવેલ કે ભૂતકાળમાં પં. દિનદયાળ ઉપાધ્યાયજી, ડો.શ્યામાપ્રસાદ મુખરજી, અટલ બિહારી બાજપાઈજી અને વર્તમાનમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વએ સૌને જોડીને અથાક મહેનત કરીને પાર્ટીને વટવૃક્ષ સમાન બનાવી છે તે પાર્ટીનું અને આપણા સૌનો ગૌરવ રહ્યુ છે કે આપણને આવું અજોડ અને પ્રતિભાવંત નેતૃત્વ સમયે સમયે મળતુ રહ્યુ છે.

કમલેશ મિરાણીએ જણાવેલ કે ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની તેમજ ૨૦૨૨ની ચૂંટણીમાં રાજકોટની ચારેય બેઠકો પર કાર્યકર્તાના અથાક પરિશ્રમને કારણે જવલંત વિજય મેળવી ભાજપાના ભગવો લહેરાયો, ત્યારબાદ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉજળો દેખાવ કર્યો તેમજ ૨૦૨૧માં રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 'ન ભૂતો ન ભવિષ્યતિ'ના મંત્રને સાર્થક કરતાં મહાનગરપાલિકાની ૭૨ બેઠકોમાંથી ૬૮ બેઠકો પર જવલંત વિજય પ્રાપ્ત કર્યો તેમજ ભૂતકાળમાં એટલે કે ૨૦૧૭ પહેલા વિધાનસભા ૬૮ની બેઠક કોંગ્રેસ પાસે હતી, તે બેઠક મેળવવામાં સફળતા મેળવી તેમજ કોર્પોરેશનની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસ પાસે રહેલી બે બેઠકો ભાજપ કબ્જે કરી. તેમજ વિવિધ રાજયો તેમજ રાજયના વિવિધ જીલ્લા મહાનગરોમાં યોજાતી ચૂંટણીઓમાં શહેર ભાજપના કાર્યકર્તાઓ લોકસંપર્ક, પ્રચાર - પ્રસારની કામગીરીમાં જોડાઈ પ્રચાર કાર્ય વેગવંતુ બનાવ્યુ છે.

ત્યારે રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની દિશામાં હરણફાળ ભરી છે. તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પેજપ્રમુખ અને પેજસમિતિની કામગીરીમાં રાજકોટ શહેર ભાજપ સંગઠન ગુજરાતભર સર્વપ્રથમ આવવાનું બહુમાન મેળવ્યુ છે તેનો ગર્વ છે. આ ઉપરાંતમાં મારા શહેર ભાજપ પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન શહેર ભાજપ દ્વારા વિકાસ પર્વ સંમેલન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ શો, ભારત માતા ગૌરવ કૂચ, તિરંગા યાત્રા, રાજકોટ ખાતે રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો રોડ શો, કેન્દ્રીય મંત્રી તેમજ રાજયના મંત્રીઓની જન આર્શીવાદ યાત્રા, નર્મદા અવતરણ, સૌની યોજના, રાજકોટ શહેરમાં ગુજરાતની સૌપ્રથમ એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ, અટલ સરોવર, આધુનિક બસ સ્ટોપ, ન્યુ રેસકોર્ષ, અનેક ઓવરબ્રીજ - અન્ડરબ્રીજ અને કોરોનાની મહામારીમાં પાર્ટીના માધ્યમથી લોકસેવા કરવાનો એક અનેરો અવસર મળ્યો છે જે મારા કાર્યકાળના ઈતિહાસમાં યાદગાર સંભારણું બની રહેશે.

સાત વર્ષમાં રાજકોટમાંથી વિજયભાઈ રૂપાણી પ્રદેશ પ્રમુખ અને ત્યારબાદ મુખ્યમંત્રી બન્યા, વજુભાઈ વાળા કર્ણાટકના રાજયપાલ બન્યા, સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને રામભાઈ મોકરીયા રાજયસભાના સાંસદ બન્યા, અરવિંદ રૈયાણીએ રાજયના મંત્રી, બીનાબેન આચાર્યએ પ્રદેશ ભાજપ મંત્રી, ઉદય કાનગડે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ત્યારબાદ ધારાસભ્ય, ભાનુબેન બાબરીયા, કેબીનેટ મંત્રી ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા ધારાસભ્ય તેમજ ડો.પ્રદિપભાઈ ડવએ ગુજરાત મેયર્સ કાઉન્સીલના ચેરમેન બનીને રાજકોટનું ગૌરવ વધાર્યુ ત્યારે રાજકોટના ઈતિહાસમાં આ સોનેરી ક્ષણોના કાર્યકર્તાઓના માધ્યમથી સાક્ષી બનવાનું મને હંમેશા ગૌરવ રહેશે તેમજ આવનારી લોકસભા ચૂંટણીમાં શહેરની ચારેય બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય તે માટે સૌ કાર્યકર્તાઓના સાથ સહકારથી પરિશ્રમની પરાકાષ્ઠા સર્જવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

સાત વર્ષ દરમિયાન પાર્ટી દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોને ભવ્ય રીતે સફળ બનાવવા બદલ શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓનો જાહેર આભાર વ્યકત કર્યો હતો. તેમજ પ્રદેશના શીર્ષ નેતૃત્વ, પાર્ટીના આગેવાનો, તમામ વોર્ડના કાર્યકર્તા મિત્રો અને મીડીયાના મિત્રો કે જેણે શહેર ભાજપ પ્રમુખ તરીકે કામગીરીમાં સહકાર સાથે પ્રેમ, સમર્થન આપ્યુ છે તે બદલ કમલેશ મિરાણી (મો. ૯૭૧૪૭ ૦૭૧૧૩) એ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

(3:54 pm IST)