Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

આજી ડેમ ચોકડી પાસે દર રવિવારે ભરાતી ‘રવિવાર બજાર' માંથી જગ્‍યા ખાલી કરાવવા મામલતદાર દ્વારા અવારનવાર નોટીસો અપાય છે !!

એવુ હોય તો કાયમી ધોરણે સરકારી નીયમ મુજબ ભાડુ લઇને જગ્‍યા ફાળવો : ફરીયાદમાં માંગણી : સંખ્‍યાબંધ વેપારીઓની કલેકટરને રાવઃ જગ્‍યા સરકારી અને મ્‍યુ.કમિશ્નરે અગાઉ ફાળવી છે તો હેરાન કેમ કરાય છે

રાજકોટ, તા., ૨૬: રાજકોટમાં ભરાતી રવિવારી બજારના વેપારી મહીપતભાઇ રાઠોડ તથા અન્‍ય વેપારીઓએ કલેકટરને ફરીયાદ અરજી પાઠવી રવિવારી બજારના વેપારીઓને કાયમી ધોરણે નિયમ મુજબ જગ્‍યા ફાળવવા અંગે માંગણી કરી હતી.

ફરીયાદમાં જણાવેલ કે અમો રાજકોટમાં રવિવારે ભરાતી બજારમાં જુની નવી ચીજવસ્‍તુઓ ભંગારની વસ્‍તુઓ જુની વસ્‍તુઓનો વેપાર કરતા વેપારીઓ છીએ અને વરસોથી આ ધંધામાં સંકળાયેલા છીએ.

રાજકોટમાં સૌથી પહેલા શાષાીમેદાન, જામટાવર પાસે, ગુજરીબજાર, બાપુનગર, ૮૦ ફુટ રોડ ચોકડી અને હાલમાં આજી ડેમ ચોકડી પાસે આ રવિવારીય બજાર ભરાય છે. આ બજારમાં અમોને અવાર નવાર મામલતદાર દ્વારા જગ્‍યા ખાલી કરાવવા માટે નોટીસો આપવામાં આવે છે અને આ જગ્‍યા ખાલી કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. અમો નાનામોટા રોજગાર ચલાવતા વેપારીઓનું ઘરનું ગુજરાન આ ધંધામાંથી જ ચાલે છે અને જો બજાર બંધ કરાવવામાં આવે તો અમો ધંધો રોજગાર વગરના થઇ જાય તેમ છીએ અને અમારા બાલ-બચ્‍ચાનુ ગુજરાન ચલાવવું મુશ્‍કેલ થાય તેમ છે.

જો અમોને કાયમી ધોરણે સરકારી નિયમ મુજબ ભાડુ લઇને જગ્‍યા ફાળવવામાં આવે તેવી અમારી માંગણી છે. તો અમોને હાલની આજી ડેમ ચોકડીવાળી જગ્‍યા સરકારી હોય તો તે જગ્‍યાએ નિયમ મુજબ ભાડુ લઇ ફાળવવામાં અમારી નમ્ર વિનંતી છે.

આજી ડેમ ચોકડીવાળી જગ્‍યા મ્‍યુનિસીપલ કમિશ્નર શ્રી વિજય નહેરા દ્વારા ફાળવવામાં આવેલ છે તો આ જગ્‍યાએ અમોને સરકારી ધારા ધોરણ મુજબ કાયમી ધોરણે ફાળવવામાં આવે તેવી અમારી રજુઆત તથા વિનંતી છે. જેથી અમો અમારા કુટુંબનું ગુજરાન ચલાવી શકીએ.

રાજકોટની આજુબાજુના ગામના લોકો આ બજારમાંથી વસ્‍તુઓ લઇ જાય છે અને બધાને ઉપયોગી થાય તેમ છે. આ જગ્‍યાએ ૩પ૦ થી વધુ વેપારીઓ અને ફેરીયાઓ ધંધો રોજગાર કરે છે. સરકારને તેની આવકપણ થાય તેમ છે.

(3:50 pm IST)