Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ડીપીએસ રાજકોટ દ્વારા યોગ્‍યતા આધારીત અભ્‍યાસક્રમ તૈયાર કરાયો

રાજકોટ તા. ૨૬ : દિલ્‍હી વર્લ્‍ડ પબ્‍લિક સ્‍કુલ રાજકોટ દ્વારા યોગ્‍યતા આધારીત અભ્‍યાસક્રમ બહાર પાડવામાં આવ્‍યો. પાયાના તબકકા માટે યોગ્‍યતા આધારીત વિકસાવેલ આ  અભ્‍યાસક્રમ અંગે આચાર્ય રાજીવ રંજને જણાવેલ છે કે આ અભ્‍યાસક્રમમાં વિદ્યાર્થીઓ માત્ર અભ્‍યાસ પૂર્ણ કરવાનો ધ્‍યેય રાખવાને બદલે ચોકકસ ક્ષમતાઓમાં નિપુણતા હાંસલ કરે છે. પડકારરૂપ કાર્યોમાં જોડાવાની અને તેમના કાર્યો સુધવારવાની તક પુરી પાડે છે.

દિલ્‍હી વર્ડ પબ્‍લિક સ્‍કુલ રાજકોટ છેલ્લા ર વર્ષથી શિક્ષણવિદ્દોની દેખરેખ હેઠળ રાષ્‍ટ્રીયશિક્ષણ નીતિ ૨૦૨૦ નો અમલ કેવી રીતે કરવો તે અંગે રૂબિકસ વિકસાવી રહી છે. શાળાના અધ્‍યક્ષ રાજેન્‍દ્ર કામદારે જણાવ્‍યુ હતુ કે ડીપીએસ રાજકોટ માટે આ ગૌરવની ક્ષણ છે

(3:48 pm IST)