Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

રાષ્‍ટ્રીય શાળા ખાતે ૧૧૦૦ બહેનોને ટ્રાફિક અવેરનેસ અંગે માહિતી આપતા પીઆઇ બી.એમ.ઝનકાત

ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ તથા એસીપી જે.બી. ગઢવીનું માર્ગદર્શન

રાજકોટઃ. બોલબાલા ટ્રસ્‍ટ દ્વારા રાષ્‍ટ્રીય શાળા ખાતે આયોજિત સમર કેમ્‍પમાં ભાગ લેનારા તમામ બહેનોને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવની સૂચનાથી એસીપી જે. બી.ગઢવીના માર્ગદર્શન મુજબ પો. ઈન્‍સ. બી.એમ. ઝનકાત દ્વારા ટ્રાફિક અવેરનેસ અંગે માહિતી આપવામાં આવી હતી. આ સમર કેમ્‍પમાં અલગ અલગ ક્‍લાસમાં કુલ ૧૧૦૦ બહેનોએ ભાગ લીધો હતો. બહેનોને વાહન ચલાવતી વખતે શું શું સાવચેતી રાખવી તથા કયા -કારના ડોકયુમેન્‍ટ સાથે રાખવા તેની માહિતી અપાઈ હતી. તેમજ ટ્રાફિક સિગ્નલ અંગે માહિતી તથા હેલ્‍મેટનું મહત્‍વ તથા સીટ બેલ્‍ટનું મહત્‍વ વગેરે બાબતો સમજાવવામાં આવી હતી. તેમજ અકસ્‍માત સર્જાયો તો માથાકુટ ન કરી પોલીસની મદદ લેવા સમજાવાયુ હતું.

(4:30 pm IST)