Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

સર્વોદય સ્‍કૂલના બે વિદ્યાર્થીઓ બોર્ડ ટોપટેનમાં

શાળાન ૧૦૦ ટકા પરિણામ

રાજકોટ ,તા. ૨૫ : આજે ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસ.એસ.સી. માર્ચ -૨૦૨૩નું પરિણામ જાહેર કરવામાં આવ્‍યું જેમાં સર્વોદય સ્‍કૂલ ૧૦૦% પરિણામની પરંપરા જાળવી રાખી અને બોર્ડ ટોપટેનમાં બબ્‍બે વિદ્યાર્થીઓની સિધ્‍ધી પ્રાપ્‍ત કરી છે.

સર્વોદય સ્‍કૂલના વિદ્યાર્થી અણદાણી પ્રિન્‍સ ૯૯.૯૯ પીઆર સાથે એ-૧ ગ્રેડ અને સામાજિક વિજ્ઞાન વિષયમાં ૧૦૦ ગુણ, ગણિતમાં ૯૯ ગુણ,તથા વિજ્ઞાનમાં ૯૯ ગુણ સાથે બોર્ડ પ્રથમ સ્‍થાન રહ્યા છે. તેમજ મેઘાણી હિરવા ૯૯.૯૨ પીઆર સાથે સંસ્‍કૃત વિષયમાં ૯૯ ગુણ મેળવીને બોર્ડમાં આઠમાં ક્રમે રહેલ છે.

શાળાના પરિણામમાં એ-૧ ગ્રેડ ૨૧ વિદ્યાર્થીઓ અને એ-૨ ગ્રેડ ૧૦૮ વિદ્યાર્થીઓ તથા ૯૯ પીઆર થી વધુ ૨૪ વિદ્યાર્થીઓ, ૯૮ પીઆરથી વધુ ૪૪ વિદ્યાર્થીઓ, ૯૫ પીઆરથી વધુ ૯૮ વિદ્યાર્થીઓ, ૯૦ પીઆરથી વધુ ૧૬૯ વિદ્યાર્થીઓએ સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે.

સર્વોદય સ્‍કૂલ એન્‍ડ કોલેજીસના સંસ્‍થાપક ભરતભાઇ ગાજીપરાએ જણાવ્‍યું હતુ કે, વિદ્યાર્થીઓએ એસ.એસ.સી. માર્ચ ૨૦૨૩માં બોર્ડના પરિણામમાં શ્રેષ્‍ઠ પરિણામ પ્રાપ્‍ત કર્યું છે. માત્ર સ્‍વપ્‍ન જોવાથી સફળતા પ્રાપ્‍ત થતી નથી. પરંતુ સ્‍વપ્‍નને સિધ્‍ધ કરવા વિષય મુજબ સચોટ મહેનત, એકાગ્રતા અને સમજણ પૂર્વકના આયોજન થકી જ શ્રેષ્‍ઠ સફળતા પ્રાપ્‍ત કરી શકાય છે.

શાળાનાં સંસ્‍થાપક ભરતભાઇ ગાજીપરા, મેનેજીંગ ટ્રસ્‍ટી ગીતાબહેન ગાજીપરા મેનેજીંગ ડિરેકટર અક્ષભાઇ ગાજીપરા, ડિરેકટર શ્રુતિબહેન ગાજીપરા, ટ્રસ્‍ટી ગૌરવભાઇ પટેલ, એકેડેમિક હેડ કમલેશભાઇ ત્રિવેદી, વિભાગીય વડા પુલકિતભાઇ પટેલ સહિત સર્વોદય પરિવાર દ્વારા સફળતા પ્રાપ્‍ત કરનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્‍યની શુભકામનાઓ પાઠવી હતી.

 

(3:45 pm IST)