Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ભાડલાના ચકચારી જમીન કૌભાંડના કેસમાં ચાર્જશીટ બાદની આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૬ : મૃતક ખાતેદારોને જીવીત બતાવી જમીન કૌભાંડ કરનાર તેજા લવા મેટાળીયાની ચાર્જશીપ થયા પછીના પોલીસ તપાસ પુર્ણ થયેલ હોય જામીન ઉપર છુટવા અરજી કરતા આ જામીન અરજીને સેસન્‍સ કોર્ટે ફગાવી દીધી હતી.

જસદણ તાલુકાના ભાડલા ગામના રે.સ.નં. ર૭૪ અને ર૯૧ ની આશરે ૧૯ાા વિઘા જમીન નરશીભાઇ પ્રેમજીભાઇ તેમજ પોપટભાઇ પ્રેમજીભાઇ અને ભીખાભાઇ પ્રેમજીભાઇના ખાતે આવેલી હતી. જેમાં ભીખાભાઇ પ્રેમજીભાઇનું ૧૯૮૧માં તેમજ પોપટભાઇ પ્રેમજીભાઇનું ૧૯૯૬માં અવસાન થઇ ગયેલ હોય મૃતકોને ેજીવીત બતાવી બોગસ આધારકાર્ડ બનાવી તેજા લવા મેટાળીયા પોપટભાઇ પ્રેમજીભાઇ બની રૂ.૩૦૦ નો સ્‍ટેમ્‍પ પેપર ખરીદ કરી તેના ઉપર હક્ક કમીનુ સોગંદનામુ તૈયાર કરી નોટરી પાસે ખોટી ઓળખ આપી ખોટુ આધારકાર્ડ બનાવીને સોગંદનામુ નોટરાઇઝ કરાવી મામતલદારશ્રી જસદણને હક્ક કરી આપવાની અરજીમાં તેજા લવા મેટાળીયાએ પોતે પોપટભાઇ પ્રેમજીભાઇ હોવાનો અંગુઠો લગાવી અરજી આપી હક્ક કમી નોંધ દાખલ કરાવી મિલકત હડપ કરી જવાના ગંભીર ગુન્‍હામાં સક્રિય ભાગ ભજવેલ હતો.

મિલ્‍કતના સિધી લીટીના વારસદાર પ્રભાબેન વા/ઓ. જીણાભાઇ નરશીભાઇ કાકડીયાએ જસદણ પો.સ્‍ટે.માં ફરીના જેઠના ૩ દિકરાઓ સહિત ૭ વ્‍યકિતઓ સામે ફરીયાદ કરતા જસદણ પો.સ્‍ટે.માં આરોપીઓ વિરૂધ્‍ધ આઇ.પી.સી.કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧ર૦(બી), ર૦૧ મુજબ ગુન્‍હો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ ત્‍યારબાદ તેજા લવા મેટાળીયાએ સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરતા તે રદ કરવામાં આવેલ જેથી ગુજ.હાઇકોર્ટમાં જામીન અરજી કરતા ચાર્જશીટ પછી આવવાનું કહેતા તે અરજી વીથ ડ્રો કરવામાં આવેલ અને ચાર્જશીટ થઇ ગયા બાદ ફો.પ.અ.નં.૧૮૯૬/ર૦ર૩ થી જામીન અરજી કરતા આરોપી વિરૂધ્‍ધ ચાર્જશીટપહેલાના તમામ ગુણદોષોને ધ્‍યાને લઇ આરોપી વિરૂધ્‍ધ પુરતા પુરાવા હોય ચાર્જશીટ પછી કોઇ લેશમાત્ર સંજોગો બદલાયા ન હોય મિલ્‍કત હડપ કરી જવાના ગુન્‍હામાં આરોપીએ સક્રિય ભાગ ભજવેલ હોય અરજદાર આરોપીએ પોતાનો ફોટો લગાવી પોપટભાઇ પ્રેમજીભાઇ કાકડીયાના નામનુ આધારકાર્ડ બનાવી પોપટભાઇના નામનો રૂ.૩૦૦ નો સ્‍ટેમ્‍પ પેપર ખરીદ કરી તેના ઉપર હક્ક કમી કબુલાતનામાનું સોગંદનામુ તૈયાર કરાવી નોટરી કરાવી મામલતદાર પાસે રજુ કરી નોંધ પડાવી દિધેલ હોય ગંભીર ગુન્‍હો આચરેલ હોય સેસન્‍સ જજ શ્રી જે. ડી. સુથાર દ્વારા ચાર્જશીટ પછી પણ જામીન આપવાનું ઉચીત જણાતુ ન હોય તેમજ સરકારી વકીલ મુકેશ પીપળીયાની દલીલો અને ફેકટને ધ્‍યાનમાં લઇ તેજા લવા મેટાળીયાની રેગ્‍યુલર જામીન અરજી ફગાવી દઇ નકારી કાઢી હતી.

 આ કેસમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ તરીકે સમીર કે. છાયા અને સરકાર વતી એડવોકેટ મુકેશ પીપળીયા રોકાયેલ હતા.

(3:44 pm IST)