Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

‘કુંવારી છોકરીઓ અને મહિલાઓમાં રસ છે, સેટીંગ કરાવી દે, તને ભીખ મંગાવીશ' કહી પરિણીતાને ત્રાસ

પોપટપરામાં રહેતો પતિ રમેશ ગુલવાણી, સાસુ ધરમીબેન અને સસરા કેવડામલભાઇ સામે ફરિયાદઃ પતિ દારૂ પી મારકુટ કરતો : સાસુ કહેતા ‘મોટા દીકરાને અને મારાભાઇને બે-બે ઘરવાળી છે' મારા દીકરો પણ બે ઘરવાળી કરે તો તારે શું વાંધો છે : પુત્રના જન્‍મ દિવસમાં સાસુના ઘરે પતિએ પુત્રને દારૂ પીવડાવ્‍યો'તો

રાજકોટ તા. ર૬: જામનગર રોડ પરાપીપળીયા પાસે આવાસ યોજનાના કવાર્ટરમાં ભાડે રહેતી પરિણીતાને પોપટપરામાં રહેતા પતિ, સાસુ અને સસરા નાની નાની વાતમાં ઝઘડો કરી મેણા ટોણા મારી ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર પરા પીપળીયામાં આવેલા આવાસ યોજનાના કવાર્ટરમાં ભાડે રહેતા વૈશાલીબેન રમેશભાઇ ગુલવાણી (ઉ.વ. ૩૭) મહિલા પોલીસ મથકમાં પોપટપરા શેરી નં. ૯ માં રહેતો પતિ રમેશ ગુલવાણી, સાસુ ધરમીબેન ગુલવાણી અને સસરા કેવડામલભાઇ શેવનદાસભાઇ ગુલવાણી સામે ફરીયાદ નોંધાવી છે. વૈશાલીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતાના ત્રણ વર્ષ પહેલા પોપટપરામાં રહેતા રમેશ ગુલવાણી સાથે પોતાના મમ્‍મીના ઘરે મંદિરની સામે ફૂલહાર કરી લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમ્‍યાન પોતાને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર છે. જે હાલ પોતાની પાસે છે. લગ્ન બાદ પતિ પોતાને અવારનવાર નાની-નાની બાબતમાં ઝઘડો કરતો અને દારૂ પી આવી મારકુટ કરતો હતો. સાસુ કહેતા કે ‘મારા મોટા દીકરાને બે ઘરવાળી છે, મારા ભાઇને બે ઘરવાળી છે તો મારો દીકરો પણ બે ઘરવાળી કરે તો તારે શું વાંધો છે અને તે બે ઘરવાળી રાખે તો તું કંઇ પણ ના કરી શકી' તેમ કહેતા અને પતિ ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નહીં. જયારે પરા પીપળીયામાં રહેતા હતા ત્‍યારે સાસુ પતિને ઘરમાં આવવા દેતા પોતાને આવવા દેતા નહીં. પોતાના દીકરાનો જન્‍મ દિવસ સાસુના ઘરે ઉજવ્‍યો હતો ત્‍યારે સાસુએ પુત્રનું મોં પકડી રાખેલ અને પતિએ અંગ્રેજી દારૂ પીવડાવ્‍યો હતો. પતિ સાસુ-સસરા સાથે પોપટપરામાં જતો રહ્યો ત્‍યારે આઠ દિવસ સુધી પોતે ભુખ્‍યા રહ્યા હતા બાદ પોતે પોપટપરામાં ગયા ત્‍યારે તેણે કહેલ કે તું મારા ઘરમાં આવતી નહીં નહીંતર તને મારી નાખીશ તેવી ધમકી આપતો અને કહેતો કે તારો કે તારા છોકરાનો કોઇ હકક નથી તને કોઇ હકક હિસ્‍સો આપીશ નહીં તને વાટકો લઇને ભીખ મંગાવીશ. અને પતિ કહેતો કે ‘તું મને કુંવારી છોકરીઓ સાથે સેટીંગ કરાવ નહીંતર તારી બહેન કે મા સાથે સેટીંગ કરાવી દે મને કુંવારી છોકરી તથાસ્ત્રીઓમાંજ રસ છે' તેમ કહેતો હતો આ ત્રાસના લીધે પોતે અગાઉ ગાંધીગ્રામ અને આજીડેમ પોલીસમાં પણ ફરિયાદ કરી હતી અને હાલ પણ આવીને ગમે ત્‍યારે મારકુટ કરતો હોઇ તેથી કંટાળી પોત.ે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. જે. જે. માઢકે તપાસ હાથ ધરી છે.

(3:42 pm IST)