Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

શિવઆરાધના સોસાયટીમાં પેવિંગ બ્‍લોકના કામનો પ્રારંભ

વોર્ડ નં. ૧૦ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. તેના ભાગરૂપે સત્‍યસાંઇ રોડ પર આવેલ શિવ આરાધના સોસાયટીમાં પેવિંગ બ્‍લોકના કામનું ખાતુમુર્હૂત વોર્ડ નં. ૧૦ના કોર્પોરેટરોના હસ્‍તે કરાયું હતું. ખાતમુહૂર્ત પ્રસંગ કોર્પોરેટરો ચેતનભાઇ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્‍સનાબેન ટીલાળા, ડો.રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટરો અશ્વિનભાઇ ભોરણીયા, નીલેશભાઇ અનડકટ, અશ્વિનભાઇ કોરાટ, ઉપપ્રમુખ મહેન્‍દ્રસિંહ ચુડાસમા, મનીષભાઇ ડેડકીયા, શ્‍યામ ડાભી, હેમંતભાઇ ડોડીયા, વ્‍યોમ વ્‍યાસ, ભરતસિંહ જાડેજા, કિશોરભાઇ મોતીપરા, ભાવનાબેન મહેતા, મયુરીબેન ભાલારા, તથા સ્‍થાનીક લતાવાસીઓ ગીરીશભાઇ સીતાપરા, હરીભાઇ પાંભર, દિનેશભાઇ પટેલ, રમેશભાઇ તાળા, જયંતીભાઇ કપુરીયા, છગનભાઇ પાંભર, રીનાબેન પાંભર, ગીતાબેન વસોયા, ચંપાબેન પાડોદરા, વર્ષાબેન સીતાપરા, દિનેશભાઇ ભંડેરી, શીતલબેન ભંડેરી, પારૂલબેન બોરડ, મહાનગરપાલીકાના એન્‍જીનીયર યુવરાજસિંહ જાડેજા વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:41 pm IST)