Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

મનપામાં બે-બે કમિશ્‍નર : સત્તાવાર પટેલ, ડાયરીમાં અરોરા !!!

મેજ ડાયરી બે મહિના મોડી પ્રસિધ્‍ધ થવા છતા ભગો વળતા ભારે આヘર્ય:શિક્ષણ સમિતિના સભ્‍યોના ૧૮ એપ્રિલે રાજીનામા લેવાયા હતા : તેના નામો નથી : જ્‍યારે તેની પહેલા ૫ એપ્રિલે નિયુકત થયેલ મ્‍યુ. કમિશ્‍નર આનંદ પટેલનું નામ પણ અદ્રશ્‍ય

રાજકોટ તા. ૨૬ : મનપા તંત્ર દ્વારા દર વર્ષે મ જ ડાયરી પ્રસિધ્‍ધ કરવામાં આવે છે. જેમાં કમિશનર, પદાધિકારીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સભ્‍યો તથા વિવિધ વિભાગોના કોન્‍ટેક નંબર તથા ફોટા સાથે છપાવવામાં આવે છે.

જોવાની ખૂબી એ છે કે દર વર્ષે આ ડાયરી એપ્રીલ માસમાં જ આપી દેવામાં આવતી હોય છે. તેને બદલે આ વર્ષે એટલે કે ૨૦૨૩-૨૪ના વર્ષની ડાયરી પ્રસિધ્‍ધ કરવામાં તંત્ર દ્વારા ૨ મહિના જેટલુ઼ મોડું પણ થયુ઼ છે. ઉપરાંત ડાયરીમાં ઉડીને આંખે વળગે તેવી ભુલો પણ છે. હાલના મ્‍યુ. કમિશનર આનંદ પટેલના બદલે પૂર્વ કમિશનર અમિત અરોરાનો ફોટો મુકતા તંત્રવાહકોને લઇને ભારે આヘર્ય સર્જાયું છે.

ઉપરાંત કમિશનરના ફોટાને લઇને ચર્ચાતી વિગતો મુજબ ૫ એપ્રીલે નવા કમિશનરની નિમણુંક થઇ હતી, જ્‍યારે ૧૮ એપ્રીલે શિક્ષણ સમિતિના રાજીનામા લેવાયા હતા. તો ડાયરીમાં શિક્ષણ સમિતિના સભ્‍યોના નામ અને ફોટા નથી પણ તેની પહેલા ૧૫ દિવસ પહેલા નિયુકત થયેલ મ્‍યુ. કમિશનર આનંદ પટેલની નોંધ નથી લેવામાં આવી

સાથે જ ડેપ્‍યુટી મેયર તરીકે કંચનબેન સિધ્‍ધપુરાનું નામ અને ફોટો છે, પણ કમિશનર તરીકે અમિત અરોરાને જ સ્‍થાન આપવામાં આવ્‍યું છે. આથી પ્રશ્ન ઉભો થાય છે કે મનપા તંત્ર દ્વારા પ્રુફ રીડીંગ નથી કરાવાયું ?, શું કોઇ પદાધિકારીએ ફાઇનલ પ્રિન્‍ટ ઉપર નજર નથી મારી ?

મનપા દ્વારા કુલ ૫૭૦૦ નંગ મેજ ડાયરી છપાવવામાં આવી છે. જેની એક ડાયરીની કિંમત રૂા. ૩૫૦ છે. તંત્ર દ્વારા મેયરને સૌથી વધુ ૫૦૦, ડે.મેયરને ૪૫૦ તથા સ્‍ટેન્‍ડીંગ ચેરમેનને ૪૭૫ નંગ ડાયરી આપવામાં છે. જ્‍યારે પાર્ટી નેતાને ૨૭૫ તથા દંડકને ૧૦૫ નંગ મેજ ડાયરી અપાઇ છે. હાલ મનપામાં વિપક્ષી નેતા ન હોય તેમની ડાયરી અન્‍યોમાં ફાળવાઇ તેવી શક્‍યતા છે.  જ્‍યારે મનપાના કલાસ-૧ અધિકારીઓને ૫-૫ તથા હેડ કલાર્ક સુધીના કર્મચારીઓને ૧-૧ નંગ મેજ ડાયરી આપવામાં આવે છે.

(3:10 pm IST)