Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પ્રાકૃતિક જંગલ નિર્માણ અને વિનામુલ્‍યે બીજ વિતરણ હેતુથી જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા ૧ જુને માર્ગદર્શન સેમીનાર

રાજકોટ તા. ૨૬ : પ્રાકૃતિક જંગલ નિર્માણ પધ્‍ધતિને રાષ્‍ટ્ર અને ભવિષ્‍યમાં વિશ્વ વિસ્‍તારિત કરવા જળક્રાંતિ ટ્રસ્‍ટની પ્રેરણા અને સહયોગથી આ વર્ષે ૧૦૦ ગામોમાં ૨૦૦૦ થી ૧૦,૦૦૦ વૃક્ષોનું બીજથી વાવેતર કરવામાં આવશે. આ બીજ વિતરણ અને માર્ગદર્શન અર્થે આગામી તા. ૪ જુનના રવિવારે શાપર વેરાવળ (રાજકોટ) મુકામે એક સેમીનારનું આયોજન કરાયુ છે.

એક અભ્‍યાસ અને સંશોધન મુજબ બીજથી ઉગીને એક વર્ષ જીવી ગયેલા વૃક્ષો, વેલા, મહેંદી, ગુંદી, નગોડ જેવ ક્ષુપ દુષ્‍કાળમાં કે પાણીના અભાવે પણ સુકાતા નથી. વાવાઝોડુ-પ્રાકૃતિક આપતિઓ સામે પ્રબળ ટકાઉ ક્ષમતા ધરાવે છે. કુદરે તેને આપેલુ ૧૦૦ થી ૧૦૦૦ વર્ષનું પૂર્ણ આયુષ્‍ય જીવીત રહે છે. ત્‍યારે બીજથી વૃક્ષ વાવેતર પધ્‍ધતિને વધુ વિસ્‍તારીત કરવા જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા આ સેમીનાર ગોઠવવામાં આવ્‍યો છે. જેમાં ગ્રામજનો, સંસ્‍થાઓને ૧૦૦ પ્રકારના દેશી બીજ અને જાતવાન દેશી આંબાની ગોટલી વિનામુલ્‍યે ભેટ અપાશે. જેનું પ્રથમ વરસાદ પછી તરત જ શ્રમદાનથી કે સ્‍વખર્ચે વાવેતર કરવાનું રહેશે. આ સેમીનારમાં પ્રાકૃતિક કૃષિ અને વાડ માટે દેવવૃક્ષ સમાન ડીંડલીયા થોરના ટુકડાઓ વાવેતર માટે અપાશે. નવો ગાય આધારીત કૃષિ અને ઝેરમુકત પ્રાણવાન  જિંદગી ગ્રંથ અને નવુ ગોસત્‍વ પુસ્‍તક પડતર કિંમતે વેંચાણ કરવામાં આવશે. ખારાપાટ પડતર જમીન અને ખુલ્લા પહાડોમાં પ્રાકૃતિક જંગલ નિર્માણ કરીને સમૃધ્‍ધિદાતા નંદનવન બનાવી શકાશે. સક્રીય કર્મસંગાથી મિત્રો અને પર્યાવરણ પ્રેમીઓને પોતાના ગામમાં કે આસપાસના ડુંગર ટેકરાઓમાં આ પધ્‍ધતિથી વૃક્ષ વાવેતર કરી પ્રાકૃતિક જંગલ નિર્માણ કરવા જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા ખાસ અપીલ કરાઇ છે.

પ્રાકૃતિક જંગલ નિર્માણ અંગે માર્ગદર્શન અને બીજ વિતરણ અર્થે તા. ૪ ના રવિવારે ફલોટેક પંપ, શાપર મેઇન રોડ, કનેરીયા ઓઇલ મિલ સામે, મુ. શાપર વેરાવળ, રાજકોટ મુકામે સેમીનાર યોજેલ છે. જેમાં સવારે ૯ વાગ્‍યે આગમન અને રજીસ્‍ટ્રેશન તા. ૧૦ થી ૧૨ માર્ગદર્શન અને બીજ વિતરણ તથા ૧૨ થી ૧ ભોજન વિદાયનું સેશન રહેશે. જોડાવા ઇચ્‍છુકોએ તા. ૧ સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવી લેવા અને વધુ માહીતી માટે ગોપાલભાઇ કોટડીયા (મો.૯૬૨૪૪ ૨૪૭૫૭) નો સંપર્ક કરવા જળક્રાંતિ ટ્રસ્‍ટના પ્રમુખ મનસુખભાઇ સુવાગીયાની યાદીમાં જણાવાયુ છે.

(11:57 am IST)