Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

લોક વિજ્ઞાન કેન્‍દ્રમાં મિશન લાઇફ અન્‍વયે ઇ-વેસ્‍ટ સ્‍વીકારાશે : લાભ લેવા અપીલ

રાજકોટ,તા. ૨૬ : મિશન લાઇફ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-પ્રાદેશિક કચેરી-રાજકોટ, સ્‍ટાર રિસાયકલિંગ યુટિ અને ગુજરાત કાઉન્‍સિલ ઓન સાયન્‍સ એન્‍ડ ટેકનોલોજી માન્‍ય ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્રના સંયુકત ઉપક્રમે ‘ઇ વેસ્‍ટ કલેકશન અભિયાન'નું આયોજન કરવામાં આવેલ છે.

આપણા રોજિંદા વપરાશમાં બિન ઉપયોગી થયેલ અનેક ઇલેક્‍ટ્રિકલ અને ઇલેકટ્રોનિકસ વસ્‍તુઓ જેવી જે બલ્‍બ, સી.એફ.એલ., એલઇડી લેમ્‍પ, ટયુબલાઇટ, ટેલિવિઝન, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એર કન્‍ડિશનર, પ્રિન્‍ટર, ઇલેકટ્રોનનિક્‍સ ટાઇપ રાઇટર, ફેક્‍સ મશીન, કોડલેસ, ટેલીફોન, મોબાઇલ, પ્રિન્‍ટ વગેરે ઇ-વેસ્‍ટ છે.

ઇ વેસ્‍ટમાં ઘણી હેવી મેટલ્‍સ અને રસાયણો હોય છે. જે જોખમી અને નુકશાનકારક છે તેથી ઇ વેસ્‍ટનું યોગ્‍ય રીતે વ્‍યવસ્‍થાપન થાય તે જરૂરી છે. ઇ-વેસ્‍ટ કલેક્ષન અભિયાન દરમિયાન એકત્રિત થયેલ સામાન સરકાર માન્‍ય રિસાયકલર દ્વારા જ યોગ્‍ય રીતે નિકાલ કરવામાં આવશે.

તારીખ ૫ જુન સુધી દર શનિવારે રવિવારે સવારે ૧૦ થી સાંજે ૬ સુધી રેસકોર્સ ખાતેના લોક વિજ્ઞાન કેન્‍દ્રમાં ઇ વેસ્‍ટ સ્‍વીકારવામાં આવશે. જમા કરાવેલ ઇ-વેસ્‍ટનું નિયમ મુજબ ટોકન વળતર તથા પહોંચ પણ આપવામાં આવશે. સેન્‍ટર ડો-ઓર્ડિનેટર મીનેષ મેઘાણી (મો. ૯૯૭૮૮ ૨૫૮૨૯)નો સંપર્ક કરવા ડો. રમેશભાઇ જે. ભાયાણીનો સંપર્ક કરવા ડો. રમેશભાઇ જે. ભાયાણી ડાયરેકટર-એકેડેમીક્‍સ દ્વારા જણાવાયું છે.

(10:30 am IST)