Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન

રાજકોટ જિલ્લા પંચાયત તથા ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન કલબના સંયુક્ત ઉપક્રમે આયોજન

રાજકોટ:રાજકોટ જિલ્લા પંચાયત તથા ગુજરાત રાજ્ય પંચાયત સ્પોર્ટ્સ એન્ડ રીક્રીએશન કલબના સંયુક્ત ઉપક્રમે ૩૧મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાનાર છે. તા. ૨૬ મેના રોજ શુક્રવારે સવારે ૮-૪૫ કલાકે પોલીસ હેડ ક્વાર્ટર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાશે.

 આ અવસરે જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદઓ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા અને રમેશભાઈ ધડુક તેમજ ધારાસભ્યઓ ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, જયેશભાઈ રાદડીયા, ડો. મહેન્દ્રભાઈ પાડલીયા, ગીતાબા જાડેજા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહેશે.

 

(12:59 am IST)