Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

લોઠડા, બામણબોર અને કુબલીયાપરામાં જુગારના દરોડામાં ૧૬ શખ્સો પકડાયા

આજીડેમ પોલીસે દસ, ઍરપોર્ટ પોલીસે ચાર અને થોરાળા પોલીસે બે ની ધરપકડ કરી

રાજકોટ, તા. ર૬ : શહેરના અલગ અલગ વિસ્તારમાં પોલીસે ત્રણ સ્થળે દરોડો પાડી જુગાર રમતા ૧૬ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ લોઠડા ગામ વિશાલ ફાઉન્ડ્રી નજીક આવેલા ચોક પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. કુણાલસિંહ ઝાલા, પ્રદિપસિંહ ગોહિલ અને જગદીશસિંહ પરમારને બાતમી મળતા લોઠડા ગામમાં દરોડો પાડી તીનપતીનો જુગર રમતા અોમ પાર્ક શેરી નં. ૧ ના જીજ્ઞેશ ચુનીલાલભાઇ સોરઠીયા, શાપર ગંગા ફોર્જીન ગેઇટની પાછળ મફતીયા પરાના યોગેશ બાલકદાસભાઇ રાઠોડ,  કોઠારીયા સોલવન્ટના બબલુઅલી સલીહુસેન શેખ, શાપર વેરાવળના રામજી  તીરથસિંહ રાજપુત, શાપર રીબડા નજીક અતુલ અોટો પાસેના બ્રીજનંદન હોરી લાલભાઇ રાજપુત, લોઠડા ગામના નરેન્દ્ર શીવરામભાઇ રાજપુત, દેવેન શ્યામ બીહારી રાજપુત, શાપરના રવિન્દ્ર જગદીશચંદ્ર રાજપુત, ભરત મંગલસિંંગ રાજપુત અને અમીત આનંદીભાઇ રાજપુતને પકડી લઇ રૂ.૧પ૩૧૦ની રોકડ કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઍસઆઇ ઍમ.ડી.વાળા, હેડ કોન્સ. કૌશેન્દ્રસિંહ, પ્રદીપસિંહ, જયપાલસિંહ, કૃણાલસિંહ જગદીશસિ઼હ, ભીમજીભાઇ અને કુલદીપસિંહ દ્વારા કરવામાં આવે હતી.
જયારે બીજા બનાવમાં ઍરપોર્ટ પોલીસ મથકના કોન્સ. યશપાલસિંહને બાતમી મળતા નવાગામ (બામણબોર) ગામમાં દરોડો પાડી જુગાર રમતા બામણબોરના જગા લીંબા ખીમાણી, કીરણ લગા મેર, વજુવીનુ ડાભી અને કિશોર ખોડા બાવળીયાને પકડી લઇ રૂ.૧૦,૦૩૦ની રોકડ કબજે કરી હતી. આ કામગીરી ઍરપોર્ટ પોલીસ મથકના વી.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઍસઆઇ વી.સી.પરમાર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
જયારે ત્રીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના કોન્સ જયદીપભાઇ ધોળકીયા તથા રમેશભાઇને બાતમી મળતા કુબલીયા પરા શેરી નં. પ માં દરોડો પાડી જુગાર રમતા ભગીબેન નિલેશભાઇ પરમાર (રહે. કુબલીયાપરા) આજી ડેમ ચોકડી પાસે દેવકીનંદનના લખમણ ગોવાભાઇને જુગાર રમતા પકડી લઇ રૂ. ર૧,૧પ૦ની રોકડ કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. જે.આર.દેસાઇનાન માર્ગદર્શન હેઠળ પીઍસઆઇ જી.ઍસ.ગઢવી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

 

(4:07 pm IST)