Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જેટકો ચોકડી ખાતે વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન તથા પાઇપ લાઇનનું કામના સ્‍થળની મુલાકાતે અમિત અરોરાE

રાજકોટ : શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેકટ સમયસર પુર્ણ થાય તેવા આશય સાથે મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે આજે મ્‍યુનિ.કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે જેટકો ચોકડી ખાતે બની રહેલ વોટર ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ અને જેટકો ચોકડી ડબલ્‍યુટીપીથી ન્‍યારી-૧ ડેમ સુધીની ૧૦૧૬ એમ.એમ.ડાયા એમએસ પાઇપલાઇન  નાખવાની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી. આગામી સમયમાં ચોમાસાને ધ્‍યાનમાં રાખીને જરૂરી કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી. જેટકો ચોકડી ખાતે હાલ ચાલી રહેલ કામગીરી અંતર્ગત ચોમાસા વરસાદનું પાણી  જીએસઆર ની અંદર ન આવે તેના માટેદિવાલની બાકી રહેલ કામગીરી તાત્‍કાલીક પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને મ્‍યુનિ. કમિશનરે સુચના આપી હતી. વિઝિટ દરમ્‍યાન મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા સાથે એડી.સીટી એન્‍જી. કે.પી.દેથરીયા, પી.એ.(ટેક.) ટુ કમિશનર રસીક રૈયાણી ડીઇઇ એસ.બી.છૈયા, ચેતન મોરી હાજર રહ્યા હતા.

(3:55 pm IST)