Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ મેઇન રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : ૬ હજાર ચો.ફુટ જગ્‍યા ખુલ્લી

રસ્‍તા પર માર્જિન તથા પાર્કિંગની જગ્‍યામાં થયેલ ૧૧ સ્‍થળોએથી સાઇન બોર્ડ, રેલીંગ, ઓટલા, એન્‍ગલના દબાણો હટાવાયા : મનપા દ્વારા ‘વન વીક વન રોડ' ઝુંબેશ

રાજકોટ તા. ૨૬ : મહાનગરપાલિકા દ્વારા   શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્‍વયે આજે કાન્‍તાસ્ત્રી વિકાસ ગૃહ મેઇન રોડ પર ૧૧ સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ રેલીંગ, સાઇન બોર્ડ તથા લોખંડનાં એન્‍ગલનાં  ગેરકાયદેસર બાંધકામ દુર કરી ૬૦૨૭ ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવ્‍યુ હતુ.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે મ્‍યુનિ. કમિશ્નર અમીત અરોરાની સુચના અનુસાર તથા નાયબ કમિશ્નર ચેતન નંદાણીની અધ્‍યક્ષતામાં ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત કમિશ્નર દ્વારા રજુ કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૬ના રોજ વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તારના વોર્ડ નં.૧૪ માં સમાવિષ્ટ લક્ષ્મી વાડી આરોગ્‍ય કેન્‍દ્ર થી કાન્‍તા વિકાસ ગૃહ મેઈન રોડ પરᅠફૂટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ વર્ષા પાન, એન્‍જલ હોસ્‍પિટલ, ઓર્બીટ ટ્રમ્‍પ, અજંતા ફર્નીચર, મહાવીર ટ્રેડવાળુ બિલ્‍ડીંગ, સેન્‍ચ્‍યુરી સેન્‍ટર, પ્રેસિયસ કોમ્‍પ્‍લેક્ષ, પી.એચ.પી.એલ. હાઉસ, શાંતિ નિકેતન સ્‍કવેર, હોટેલ કિંગ પેલેસ તથા આકાશ ઓટો પાર્ટસ સહિતના સ્‍થળોએ લોખંડના એંગલ, ગ્રેલીંગ, સાઇન બોર્ડના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે.ᅠ
આ કામગીરીમાં સેન્‍ટ્રલ ઝોનના ડેપ્‍યુટી કમિશ્નર, સીટી એન્‍જીનીયર સેન્‍ટ્રલ ઝોન તેમજ સેન્‍ટ્રલ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ટ્રાફિક એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ શાખાના તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્‍ટાફ સ્‍થળ પર ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:03 pm IST)