Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં આસ્‍થા - પવિત્રતાનો દરીયો ઘૂઘવ્‍યો : હજ્‍જારો ભાવિકો ભાવવિભોર

લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમનું અદ્‌ભૂત મેનેજમેન્‍ટ : પૂર્વ રાજ્‍યપાલ અને પૂર્વ કેબિનેટ મંત્રી વજુભાઇ વાળા અને ધરખમ કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઇ મોઢવાડિયા પક્ષાપક્ષી ભૂલીને મન મૂકીને નાચ્‍યા : રામનામમાં લીન બન્‍યા : આજના યુગમાં શ્રી રામકથાનું શ્રવણ એ સેફટી બેસ્‍ટ બાંધવા સમાન છે : પૂ. અપૂર્વમુનિજીએ સૌને મંત્રમુગ્‍ધ કર્યા : સુપ્રસિધ્‍ધ કલાકારો સાંઇરામ દવે અને ઓસમાણ મીરે ભારે આકર્ષણ જગાવીને સૌને ડોલાવ્‍યા : સતત પાંચમાં દિવસે કથા શ્રવણ કરવા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો આતુર બન્‍યા : દરરોજની માફક હજ્‍જારો લોકોએ શિસ્‍તબધ્‍ધ રીતે પ્રસાદ લીધો : સ્‍વયંસેવકો દ્વારા પણ જબરી મહેનત : પ્રસાદ બાદ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં પ્રસિધ્‍ધ કલાકાર પ્રહર વોરાએ જમાવટ કરી

કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા, આણદાબાવા આશ્રમ જામનગરના મહંતશ્રી દેવીપ્રસાદજી, સુપ્રસિધ્‍ધ કલાકારો શ્રી સાંઇરામ દવે અને ઓસમાણ મીર રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાજકોટના સમસ્‍ત જૈન સમાજના હોદ્દેદારો વિગેરે ડો. રામકથાના મુખ્‍યવકતાશ્રી પૂજય ભૂપેન્‍દ્રભાઇ પંડયાના આશીર્વાદ મેળવતા તસ્‍વીરમાં નજરે પડે છે. શ્રી વજુભાઇ વાળા અને ધરખમ પીઢ કોંગ્રેસી આગેવાનશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ પક્ષાપક્ષી ભૂલીને એક જ સોફા ઉપર બેસીને પવિત્રશ્રી રામકથાનું રસપાન કર્યું હતું. ઓસમાણ મીરના સુપ્રસિધ્‍ધ કંઠે સંગીતના તાલે બંને મહાનુભાવો મન મૂકીને નાચી ઉઠયા હતા. તેઓની સાથે મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, હિરેનભાઇ ખખ્‍ખર વિગેરે જોડાયેલા નજરે પડે છે. મહાનગરપાલિકાના સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન શ્રી પુષ્‍કરભાઇ પટેલ, કોર્પોરેટર મનિષભાઇ રાડીયાએ પણ કથાશ્રવણ કર્યું હતું. શ્રી અપૂર્વમુનિજીએ પણ પોતાના પ્રવચનમાં સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. કથા વિરામ બાદશ્રી વજુભાઇ વાળા, શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા, ધારાસભ્‍યશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા), છબીલભાઇ પોબારૂ, સિધ્‍ધાર્થ પોબારૂ વિગેરેએ ચિક્કાર મેદની વચ્‍ચે પવિત્ર આરતીનો લાભ લીધો હતો.

 

 રાજકોટ તા. ૨૬ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન અને શહેરના અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા. ૨૯ મે ૨૦૨૨ સુધી અલૌકીક - ભવ્‍ય - દિવ્‍ય શ્રી રામકથાનું આયોજન શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટ ખાતે દરરોજ સાંજે ૪.૩૦ થી ૮.૩૦ વાગ્‍યા દરમિયાન કરવામાં આવ્‍યું છે. જેમાં ગઇકાલે કથાના પાંચમાં દિવસે આસ્‍થા - પવિત્રતાનો રીતસર દરીયો ઘૂઘવ્‍યો હતો અને ચિક્કાર મેદની વચ્‍ચે સતત શ્રી રામનામનો નાદ ગૂંજ્‍યો હતો. હજ્‍જારો ભાવિકો ભાવવિભોર થઇને શ્રી રામભકિતમાં તરબોળ થઇ ગયા હતા. શ્રી રામકથાના મુખ્‍ય વકતા પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના મુખેથી નિકળતી અમૃતવાણીના દરેક શબ્‍દ અને વાક્‍ય ભાવિકોને વધુને વધુ શ્રી રામભકિતમાં તલ્લીન કરી રહ્યા છે. સમગ્ર રાજકોટ શહેર શ્રી રામમય બની ગયું છે. દરેક જગ્‍યાએ ‘શ્રી રામ જય રામ જય જય રામ' ગૂંજી રહ્યું છે.

શ્રી રામકથાના સતત પાંચમાં દિવસે કથા શ્રવણ કરવા વિવિધ ક્ષેત્રોના આગેવાનો - મહાનુભાવો આતુર બન્‍યા હતા અને પવિત્ર - અલૌકિક શ્રી રામકથાનું ભાવપૂર્વક રસપાન કર્યું હતું. ગઇકાલે કર્ણાટકના પૂર્વ રાજ્‍યપાલ અને ગુજરાતના પૂર્વ નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા અને ગુજરાતના ધરખમ કોંગ્રેસ અગ્રણી શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા શ્રી રામકથાનું શ્રવણ કરવા પધાર્યા હતા. બંને મહાનુભાવોએ એક જ સોફા ઉપર બેસીને પવિત્ર શ્રી રામકથાનું શ્રવણ કર્યું હતું.

હાજર રહેલ સુપ્રસિધ્‍ધ કલાકારોશ્રી સાંઇરામ દવે અને ઓસમાણ મીરે પણ ભારે આકર્ષણ જગાવીને હજ્‍જારો ભાવિકોને ડોલાવી દીધા હતા. શ્રી ઓસમાણ મીરે ‘મારૂં મન મોર બની થનગનાટ કરે' શરૂ કરતાં જ હજ્‍જારો ભાવિકો ઝૂમી ઉઠયા હતા. આ તકે શ્રી વજુભાઇ વાળા અને શ્રી અર્જુનભાઇ મોઢવાડિયા બંને મહાનુભાવો પક્ષાપક્ષી ભૂલીને મન મૂકીને નાચ્‍યા હતા                       અને રામનામમાં લીન બન્‍યા હતા. બંને મહાનુભાવો સાથે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રી ડો. હિમાંશુભાઇ ઠક્કર, ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, હિરેનભાઇ ખખ્‍ખર, હરીશભાઇ લાખાણી, ધવલભાઇ કારીયા, લોહાણા અગ્રણીઓ છબીલભાઇ પોબારૂ, સિધ્‍ધાર્થ પોબારૂ, દિશીત પોબારૂ વિગેરે જોડાયા હતા.

શ્રી વજુભાઇ વાળા અને શ્રી અર્જુનભાઇ મોઢવાડીયા ઉપરાંત જામનગરના ધારાસભ્‍ય અને પૂર્વ રાજ્‍યમંત્રી શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા), ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશન રાજકોટની સમગ્ર ટીમ, જૈન સમાજના અગ્રણીઓ, રાજકોટ મહાનગરપાલિકાના સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેનશ્રી પુષ્‍કરભાઇ પટેલ, કોર્પોરેટર મનિષભાઇ રાડીયા, કોંગ્રેસ અગ્રણીઓ શ્રી પ્રદિપભાઇ ત્રિવેદી, અતુલભાઇ રાજાણી, અશોકભાઇ ડાંગર, અર્જુનભાઇ ખાટરીયા, અશોકસિંહ વાઘેલા, લોહાણા અગ્રણીઓની નિતીનભાઇ રાયચુરા, સુરેશભાઇ ચંદારાણા, હસુભાઇ ભગદે, પરેશભાઇ વિઠ્ઠલાણી, સમગ્ર રઘુવંશી પરિવાર, હસમુખભાઇ હિન્‍ડોચા, સ્‍વામીનારાયણ સંપ્રદાયના પૂજ્‍યશ્રી અપૂર્વમુનિજી (બીએપીએસ), લોહાણા મહાપરિષદના પૂર્વ મંત્રીશ્રી હિમાંશુભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, શાષાીજી ભાવેશભાઇ પંડયા, જામનગરના આણદાબાવા આશ્રમના પૂ.બાપુ, સમસ્‍ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્‍ટના હોદ્દેદારો વિગેરે મહાનુભાવોએ પવિત્ર વાતાવરણમાં ઐતિહાસિક શ્રી રામકથાનું શ્રવણ કર્યું હતું.

કાલાવડ રોડ રાજકોટ ખાતે આવેલ શ્રી સ્‍વામિનારાયણ મંદિરના સ્‍વામી શ્રી અપૂર્વમુનિજીએ શ્રી રામકથા શ્રવણ દરમિયાન પોતાનું વકતવ્‍ય આપીને સૌને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા. તેઓએ કહ્યું હતું આજના યુગમાં શ્રી રામકથાનું શ્રવણએ સેફટી બેલ્‍ટ બાંધવા સમાન છે. શ્રી રામકથા (શ્રી રામનામ) હંમેશા આપણને સાચો અને સચોટ રસ્‍તો બતાવે છે અને ખરાબ સમયે આપણને બચાવી લે છે. શ્રી અપૂર્વમુનિજીએ આજના ફાસ્‍ટ ફોરવર્ડ યુગના સંદર્ભે એક વિચારવાલાયક પ્રશ્નો પણ હજ્‍જારો ભાવિકોને પૂછયો હતો કે બિલ્‍ડીંગની હાઇટ વધે છે પરંતુ તમારી હાઇટ વધે છે ખરી ? કદાચ દર વર્ષે રાવણની હાઇટ વધતી જાય તેવું લાગે છે. દર વર્ષે રાજકોટમાં રેસકોર્ષ ખાતે રાવણ દહન તો થાય છે પરંતુ આપણા હૃદયમાં રહેલ રાવણનું દહન થાય તેના માટેની આ રામકથા હોવાનું અંતમાં શ્રી અપૂર્વમુનિજીએ જણાવ્‍યું હતું.

દરરોજની માફક હજ્‍જારો લોકોએ શિસ્‍તબધ્‍ધ રીતે પ્રસાદ લીધો હતો. સાથેસાથે સ્‍વયંસેવકો દ્વારા પણ સુંદર વ્‍યવસ્‍થા જાળવવાની સાથે-સાથે જબરી મહેનત કરવામાં આવી રહી છે. પ્રસાદ બાદ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં પ્રસિધ્‍ધ કલાકાર શ્રી પ્રહર વોરાએ પણ જમાવટ કરી હતી અને ભાવિકોને મનભરીને કાર્યક્રમ માણ્‍યો હતો.

રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ ઐતિહાસિક, પવિત્ર, અલૌકિક શ્રી રામકથા સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના  પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પૂજારા-પૂજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર,  મનિષભાઇ ખખ્‍ખર,  તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા,  દિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બચ્‍છા, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના વિવિધ લોહાણા - અગ્રણીઓ - જ્ઞાતિજનો હિતેનભાઇ પારેખ દક્ષિણી, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, દિશીત પોબારૂ, ચંદુભાઇ રાયચુરા, તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રઘુવંશી પરિવારજનો, વાણીયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ અને યુવક મંડળના સભ્‍યો, અગ્રણીશ્રી બિપીનભાઇ કેસરીયા તથા દાણાપીઠ - માર્કેટીંગ યાર્ડનું સંગઠન, ગાંધીગ્રામ વિસ્‍તાર લોહાણા સંગઠન કેટરીંગ એસોસીએશનના સભ્‍યો, શ્રી રામકથા  સંદર્ભે  રચાયેલ વિવિધ કમિટીઓ, રઘુવંશી એકતા મિશનના કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. 

(2:55 pm IST)