Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પીજીવીસીએલના એમડી બરનવાલના હસ્તે શ્રેષ્ઠ વીજ ગ્રાહકનું બેસ્ટ એવોર્ડ સાથે સન્માન

રાજકોટ તા.ર૬: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજકોટ શહેર વર્તુળ કચેરીના સિટી ડિવિઝન -ર હેઠળ આવતા લક્ષ્મીનગર સબ ડિવિઝનનાં ૧૫૦ ફીટ રીંગ રોડ પર આવેલ ચંદ્ર પાર્ક મેઇન રોડ પરનાં વીજ ગ્રાહક કે જેમના દ્વારા આખા વર્ષ દરમ્યાન સતત વીજ બિલ મળ્યાના પ (પાંચ) દિવસમાં વીજ બીલ ભરપાઇ કર્યા હોય તેમને ત્યાં જઇ તેમનું સન્માન પીજીવીસીએલનાં માન. મેનેજીંગ ડાયરેકટર વરૃણકુમાર બરણવાલ જોઇન્ટ મેનેજીંગ ડાયરેકટર શ્રીમતી પ્રીતિ શર્મા મેડમનાં હસ્તે કરવામાં આવેલ. આ તકે રાજકોટ શહેર અધિક્ષક ઇજનેર એન.જી.કારીયા, કાર્યપાલક ઇજનેર કે.બી.શાહ તથા કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા ઉપસ્થિત રહેલ હતા.(

(2:52 pm IST)