Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પાંચ વીજ સબ ડિવીઝનના ૪૧ વીજ ગ્રાહકોનું સન્‍માન : બીલ મળ્‍યાના પ દિવસમાં પૈસા ભરી દીધા

રાજકોટ, તા. ર૬ : આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત રાજકોટ શહેર વીજ વર્તુળ કચેરીનાં સિટી ડિવિઝન - ૨ હેઠળ આવતા મહિલા કોલેજ, પ્રદ્યુમન નગર, બેડીનાકા, ઉદ્યોગ નગર, લક્ષ્મીનગર સબ ડિવિઝન નાં કુલ ૪૧ વીજ ગ્રાહકો કે જેમના દ્વારા આખા વર્ષ દરમ્‍યાન સતત વીજ બિલ મળ્‍યાના ૫ (પાંચ) દિવસમાં વીજબિલ ભરપાઈ કર્યા હોય તેમના ઘેર જઈ તેમનું સન્‍માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ પ્રસંગે પીજીવીસીએલ નાં મુખ્‍ય ઇજનેર (ટેક) જે.જે.ગાંધી  તેમજ અગ્રણી કમલેશભાઈ મીરાણી,  દેવાંગભાઈ માંકડ વિશેષ ઉપસ્‍થિત રહેલ હતા.

વિધાનસભા-૭૦ મા‘આપ'ની પરિવર્તન યાત્રા

 રાજકોટઃ આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા નિકળેલ છે. જેના ભાગ રૂપે વિધાનસભા-૭૦ ના વિસ્‍તારમાં રાજનગર ચોક ખાતે આવેલ સુર્યમુખી હનુમાનજીની પૂજા અર્ચના કરી પરિવર્તનયાત્રા શરૂ કરેલ ત્‍યારે બાદ રાજનગર ચોકમાં઼ આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરેલ. ત્‍યાંથી ચંદ્રેશનગર મેઇન રોડ, આનંદ બંગલા ચોક, સ્‍વામીનારાયણ મંદિર, ગોંડલ રોડ, વાણીયાવાડી મેઇન રોડ, ભકિતનગર સર્કલ, ૮૦ ફુટ રોડ, નિલકંઠ રોડ, થઇને હુડકો પોલીસ સ્‍ટેશનથી આગળ , કનૈયા ચોક ખાતે પૂર્ણ થયેલ. આ યાત્રામાં સ્‍વામીનારાયણ ચોક ખાતે વોર્ડ નં.૧૩ ના ર્કાયકરો દ્વારા આતશબાજી સાથે પરિવર્તન  રથ તેમજ મહાનુભાવોને ૩૫ ફુટના હારથી સ્‍વાગત કરેલ. તેમજ એડવોકેટ ખેરૂનબેન ભુવડ તેમજ ચંદ્રીકાબેન ખુંટની આગેવાનીમાં  બહોળી સંખ્‍યામાં બહેનો દ્વારા નંદા હોલ ખાતે કાર્યકરો દ્વારા તિલક ચંદન કરીને પુષ્‍પવર્ષા કરેલ. વોર્ડ નં.૧૭ ના કાર્યકરો દ્વારા તેમજ મુસ્‍લીમ સમાજના ભાઇઓ-બહેનો દ્વારા પણ યાત્રાનું ઉમળકાભેર સ્‍વાગત કરવામાં આવેલ. પરિવર્તન આપ-નેતા ઇસુદાનભાઇ ગઢવી, આપ-નેતા ઇન્‍દ્રનિલભાઇ રાજગુરૂ, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ, રાજભા ઝાલા, શહેર અધ્‍યક્ષ શિવલાલ પટેલ, કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયાએ હાજર રહી લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું. વિધાનસભા-૭૦ના ઇનચાર્જ રાકેશભાઇ સોરઠીયા શહેર કારોબારીના હોદેદારો,  દરેક વોર્ડના હોદેદારો અને સભ્‍યો, દરેક મોરચાના હોદેદારો તેમજ સભ્‍યો આ પરિવર્તન યાત્રામાં બહોળી સંખ્‍યામાં બાઇક અને કાર સાથે હાજર રહ્યાં હતાં. કાર્યક્રમ સફળ બનાવવા શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, શહેર મંત્રી સંજયસિંહ વાઘેલા, કે.કે.પરમારના દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ યાત્રાના ઇનચાર્જ તરીકે સેન્‍ટ્રલઝોન પ્રભારી ભાવેશભાઇ પટેલ, તેમજ ઓ.બી.સી. સેલ પ્રમુખ પ્રભાતભાઇ હુંબલ તેમજ વોર્ડ નં. ૮ ,૧૩, ૧૪, ૧૬, ૧૭, ૧૮ ના હોદેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. તેમ શહેર અધ્‍યક્ષ શિવલાલ પટેલની યાદીમાં જણાવેલ છે.

(2:49 pm IST)