Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મહાનાટક ‘જાણતા રાજા'

પ્રકાશ અને ધ્‍વનિનું માણવા અને જાણવા જેવું

કોરોનાની કળ વળ્‍યા બાદ નિર્જીવ કે સજીવ  દરેકમાં એક નવો સંચાર થયો છે. જીવન જાણે કે પાછું ધબકવા માંડયુ છે દરેક બાબતોએ સંગીત,નૃત્‍ય,નાટક,ચિત્ર પ્રદર્શન વિ. ના આયોજન થતા થયા છે. અને તેને માટેના જીજ્ઞાસુઓ પિપાષુઓનો ઠીકઠીક ઘસારો જોવા મળે તેના આવા કાર્યક્રમો વખતે.

રાજકોટના રેઇસ કોર્ષ મેદાનમાં ‘‘જાણતા રાજા''નામનું પ્રકાશ અને ધ્‍વનિનું મહાનાટક મહેમાન થઇને આવ્‍યું છે. તેના નાટયલક્ષી પ્રચંડ રૂપને દર્શાવવા ૨૦૦૭ના મે મહિનામાં, ૧૫ વર્ષ પૂર્વે પણ એમણે  આપણને આંખ આંજીનાખે એ રીતે દર્શન કરાવ્‍યા હતા. એ વખતે અને, અને આ નાટકના લેખક-નિર્માતા બાબાસાહેબ પુરંદરજીના ૨૦૨૧ના નવેમ્‍બરમાં અવસાન વખતે ‘‘જાણતા રાજા'' વિષે ઘણી બાબતોની રસાળ સમીક્ષા આપી જ હતી. સમગ્ર નાટય નિર્માણ પર પુરેપુરો પ્રકાશ પાડયો હતો.

વિના મુલ્‍યે દર્શાવવાતા આ નાટક વિષે વર્તમાન પત્રોએ પણ રસપ્રદ માહિતીઓ આપી જ છે. ભારતની પ્રજાના હૃદય સમ્રાટ શિવાજી મહારાજના શોેર્યભર્યા પ્રસંગો, તેની કુટનીતિજ્ઞતા, સાહસિકતા તથા ચપળતાના ગુણોને આ ‘‘પ્રચંડ'' નાટકમાં પૂરેપૂરી બારીકાઇથી રજુ કરવામાં આવ્‍યા છે.

૨૫૦ થી પણ વિશેષ કલાકારોમાં આ નાટકમાં સંગીત, સન્નીવેષ,રંગ-વેષભુષાની કમાલ પણ અનુભવા જેવી છે.જે નાટય રસિક પ્રેક્ષકોએ તો આ નાટક જોવુ જ જોશે. પરંતુ જે યુવાનો નાટય પ્રવૃતિમાં જોડાયેલા તેને તો ખાસ આ નાટક જોવાના લાભ લેવો જોઇએ. કેમકે આ નાટક સમગ્ર નાટય સર્જનનુ શિક્ષણ આપતું નાટક છે. માત્ર અભિનય કે અન્‍ય બાબતો પુરતુ સિમીત શિક્ષણ નહિ.

કહેવાનું મન થાય છે કે ‘‘જાણતા રાજા'' માત્ર નહિ, એક ઘટના છે, નાટય ઇતિહાસની આ ઘટનાના સાક્ષી બનવાનો મોકો મળ્‍યો છે રાજકોટની કલાપ્રિય પ્રજાને સો પ્‍લીઝ, ગ્રેબ ઇટ. ૭૩૫૯૩ ૨૬૦૫૧ (૩૯.૩)

:: આલેખન ::

 કૌશિક સિંધવ

 મો.૭૩૫૯૩૨૬૦૫૧

(2:46 pm IST)