Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

પોલીસ કમિશનરની પસંદગી અંગે પડદા પાછળ શું શું બનેલ, ભીતરી કથા

પ્રજા, પોલીસ અને પોલિટિશિયનની ધરી રચી શકે તેવા આઇપીએસામાં પસંદગીનું માપ દંડનું પ્રતિબિંબ પ્રથમથી જે આઈપીએસમા દેખાયેલ તે છેવટ સુધી અનેક અવઢવ બાદ યથાવત : રાજ્‍ય સરકારની નજીકના આઇપીએસ કોર ગ્રુપ દ્વારા પહેલા દિવસથી જ મહેસાણા, સાબરકાંઠામાં યશસ્‍વી ફરજ બજાવનાર રાજુ ભાર્ગવ માટે એકી અવાજે સૂચન થયેલ : રાજકોટના કમિશન કાંડ સહિતના એક ડઝન પ્રકરણો લોકો ભૂલી જાય ત્‍યારબાદ જ નવા સીપીના નામની જાહેરાત કરવાના મૂડમાં ગાંધીનગર હોવાથી વીલંબનો અર્થ જુદો નીકળતા વિવિધ નામો અંગે ચર્ચા શરૂ થયેલ : મુખ્‍ય મંત્રી કાર્યાલય દ્વારા બે માસથી વધુ સમય પહેલા રાજુ ભાર્ગવને તેવો રાજકોટ સીપી બની રહ્યા છે તેવા સંકેત આપી દેવાયા, નજીકના આઇપીએસ મિત્રોને પણ ખુશ ખબરી ત્‍યારેજ મળી ગયેલ

રાજકોટ તા.૨૫ : તત્‍કાલીન પોલીસ કમિશનર અને ક્રાઇમ બ્રાન્‍ચ સામે ધારા સભ્‍ય અને સાંસદ સહિતના અગ્રણીઓ દ્વારા કમિશન કાંડના આરોપીનું સમર્થન અને ત્‍યારબાદ એક ડઝન જેટલા પ્રકરણો ખુલ્‍યા બાદ સિપીની બદલી બાદ નવા પોલીસ કમિનશર માટે સરકારના નજીકના  આઇપીએસ કોર ગ્રુપની સલાહ મુજબ શરૂઆતથી જ સિનિયર આઇપીએસ રાજુ ભાર્ગવનું નામ નક્કી કરી લેવાયા બાદ મુખ્‍ય મંત્રી કાર્યાલય દ્વારા પણ તેમને આ બાબતે સંકેત આપી દેવાયેલા પરંતુે સરકાર ફકત તે સમયે જે વાતાવરણ હતું તે સમય કેુનેહથી પણ કર્યા બાદ જાહેરાત કરવાના મૂડમાં હોવાથી આટલો વિલંબ થયો છે.

બે માસ કરતા વધુ સમય જતાં સરકાર રાજુ ભાર્ગવના નામ અંગે અવઢવમાં છે તેવું લાગતા એક બાદ એક નામો સપાટી પર આવવા લાગ્‍યા. એક તબક્કે વડોદરા પોલીસ કમિશનરે શમશેર સિંઘનું નામ ચર્ચાવા સાથે પ્રવર્તમાન સંજોગો અંતર્ગત ભાજપના એક પીઢ અગ્રણી દ્વારા છેલ્‍લે છેલ્લે પોતાની વિશેષ ઇમેજ માટે જાણીતા આઇજી સુભાષ ત્રિવેદી માટે આગ્રહ રાખ્‍યો હતો.

 એક તબક્કે પાટીદાર અગ્રણીઓ દ્વારા સ્‍ટેટ ટ્રાફિક બ્રાન્‍ચનો હવાલો ધરાવતા આઇજી પિયુષ પટેલનું નામ સૂચવવામાં આવેલ, રાજકોટ શહેરની ઇતિહાસ ભૂગોળ જાણવા માટે પિયુષ પટેલના નજીકના મિત્રો દ્વારા તપાસ શરૂ થવા સાથે પોલીસની ક્રાઇમ બ્રાન્‍ચ સહિત વિવિધ બ્રાન્‍ચ અને પોલીસ મથકો સુધી રાજકોટ બાબતે તપાસ શરૂ થયેલ

વિલંબને કારણે ખૂબ ગુચવાડો વધતો જતો હતો. પોસ્‍ટ ફરી ડાઉન ગ્રેડ કરી આઇજી લેવલની કરી ભાવનગર રેન્‍જ આઇજી કુમાર યાદવનું નામ સૂચવાયેલ.

રાજૂ ભાર્ગવ સિવાય વિકલ્‍પ રૂપ ગુજરાતમાં રહી કેન્‍દ્રનુ઼ પ્રતિનિધત્‍વ કરતા પાવરફુલ નિવૃત આઇએએસ રાજકોટનો બહોળો અનુભવ ધરાવતા અને પોલીસ તંત્ર પર ખૂબ મજબૂત પક્કડ ધરાવતા હાલના જેલ વડા ડો.કે.એલ.એન.રાવ માટે પણ ખૂબ ગંભીરતા પૂર્વક વિચારતા હતા. નવાઇ લાગશે રાજકોટ સીપી માટે આ નામ અંગે ભલે જાહેરમાં વધુ ચર્ચા નહોતી થતી પરંતુ આ નામ શરૂથી અંત સુધી એકધારું હાઇ લેવલે ગુપ્ત પૂવર્ક ચર્ચામાં રહેલ, આખરે આઇપીએલ કોર ગ્રુપની સલાહ મુજબ પ્રવર્તમાન સંજોગોમાં  લોકોથી દૂર ગયેલ પોલીસમાં લોકોનો પુનઃ વિશ્વાસ પ્રાપ્ત થાય તેવા ભૂતકાળમાં રાજકોટમાં  તમામ વર્ગમાં ખૂબ લોકપ્રિય પોલીસ કમિશનરની તર્જ પર ચૂંટણી વર્ષ ધ્‍યાને રાખી પ્રજા, પોલીસ અને પોલિટિશિયનની ધરી રચી શકે તેવા ૧૯૯૫ બેચના રાજુ ભાર્ગવ પર પ્રથમથી જે પસંદગી થયેલ તે નિર્ણય યથાવત રાખવામાં આવ્‍યો.(૪૦.૬)

રાજુ ભાર્ગવ, નવનિયુકત સીપી

(3:05 pm IST)