Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પંચાયતની કારોબારી ૪ જુને, બીજા દિવસે બાંધકામ સમિતિની બેઠકઃ સંકલનના અભાવથી વિવાદ

રાજકોટ, તા., ૨૬: જિલ્લા પંચાયતમાં  લોકડાઉન બાદ પ્રથમ વખત કારોબારી સમિતિની બેઠક ૪ જુને મળનાર છે. તેના પછીના દિવસે બાંધકામ સમિતિની બેઠક મળશે. સામાન્ય રીતે બાંધકામ પછી કારોબારી સમિતિની બેઠક મળતી હોય છે. બંન્ને સમિતિની કામગીરી એકબીજા સાથે સંકળાયેલી છે અને બંન્નેના ચેરમેન અનુક્રમે કે.પી.પાદરીયા અને મગનભાઇ મેટાળીયા એક જુથના હોવા છતા સંકલનના અભાવે વિવાદ સર્જાયો છે.

સામાન્ય સભામાં નક્કી થયા મુજબ બાંધકામ સમિતિના નવા કામોને લગતા ઠરાવો થયા બાદ તે કારોબારીમાં મંજુરી અર્થે જાય છે. પ્રથમ બાંધકામ સમિતિની બેઠક મળે અને તેના નિર્ણયોને  કારોબારીમાં બહાલી અર્થે મુકવામાં આવે તેવી પ્રણાલીકા નક્કી કરવામાં આવી છે. આ વખતે કારોબારી તા.૪ના રોજ મળનાર છે. તે પુર્વે બાંધકામ સમિતિની બેઠક મળવી જોઇતી હતી તેના બદલે તેના બીજા દિવસે મળનાર છે. પંચાયતમાં આ મુદ્દાએ ચર્ચા જગાવી છે. બે સમિતિઓ વચ્ચે સંકલન ન જળવાય તેની સીધી અસર પ્રજાકીય કામો પર આવે તે સ્વભાવીક છે.

બાંધકામ સમિતિના અધ્યક્ષ મગનભાઇ મેટાળીયાએ જણાવેલ કે અમે તા.પ જુને અમારી સમિતિની બેઠક બોલાવવા માટે તા.ર૧ મેના દિવસે એજન્ડા બહાર પાડી દીધો છે. અમારા પછી બીજા દિવસે તા.રરમીએ કારોબારી સમિતિએ તા.૪ જુને કારોબારી બેઠક બોલાવવા માટે એજન્ડા બહાર પાડયો છે. અમે નિયમ મુજબ જ ચાલવા માંગીએ છીએ.

(3:37 pm IST)