Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

હિરાસર એરપોર્ટ : રન-વે માટે ગામના મૂળ રસ્તાનો કબજો લેવાયો : હિરાસરને ૬૦ ફૂટનો નવો રોડ અપાશે

કાલથી રન-વે પટ્ટી બનાવવાનું શરૂ : બાઉન્ડ્રી વોલ ટુંકમાં પૂરી થશે : એરપોર્ટ ઓથોરીટીની દિલ્હીની ટીમ રાજકોટમાં : ગારીડાનું તળાવ બુરવાનું પણ શરૂ

એરપોર્ટ ઓથોરીટીની દિલ્હીની ટીમ અને ડીઆઇએલઆરની ટીમ દ્વારા હિરાસર એરપોર્ટ અંગે સ્થળ મુલાકાત લઇ મુખ્ય રસ્તાનો કબ્જો લીધો તે નજરે પડે છે.

રાજકોટ તા. ૨૬ : રાજકોટથી ૨૦ કિમી દૂર હિરાસર એરપોર્ટ બનાવવાનું કામ જેટ ગતિએ આગળ વધ્યું છે, ફરતી બાઉન્ડ્રી બનાવવાનું ટુંક સમયમાં પૂર્ણ થઇ જશે, કાલથી સંભવતઃ રન-વે પટ્ટી બનાવવાનું શરૂ થાય તેવી સંભાવના ઉચ્ચ અધિકારીઓએ દાખવી હતી.

આજે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાની ટેકનીકલ ટીમ રાજકોટ આવી છે, આ અધિકારીઓ અને ડીઆઇએલઆરના ઉચ્ચ અધિકારીઓ હિરાસર ગામ સ્થળ મુલાકાત માટે દોડી ગયા હતા.

અધિકારી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, હિરાસર એરપોર્ટનો રન-વે બનાવવા અંગે હિરાસર ગામના મૂળ રસ્તાનો કબજો લેવાઇ ગયો છે, અને ગામને સરકારી ખરાબાની જગ્યામાં નવા રોડનું ડીર્માકેશન પુરૃં કરાયું છે, ગામના લોકોને ૬૦ ફૂટનો નવો રસ્તો આપવાનું કામ શરૂ કરી દેવાયું છે.

તેમણે જણાવેલ કે, બાજુના ગારીડા ગામનું તળાવ છે તે પણ આજથી બૂરવાનું શરૂ કરાયું છે, હવે આ તળાવની જગ્યા ઘેલા સોમનાથ પાસે ફાળવી છે, તે સરકારી જમીનમાં ઉભું કરાશે.

(2:44 pm IST)