Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ગામડાઓમાં ચેપ લાગવાનો ભય, કોઇ માંદુ પડે તો પંચાયતને જાણ કરો

શહેરી ક્ષેત્રના લોકો મોટા પ્રમાણમાં ગામડે આવ્યા

રાજકોટ, તા., ર૬: સરકારે શહેરી ક્ષેત્રમાંથી વતનમાં જવાની છુટ આપતા સુરત, વડોદરા, મુંબઇ વગેરે વિસ્તારમાંથી સંખ્યાબંધ લોકો રાજકોટ જિલ્લામાં આવી પહોંચ્યા છે.  બહારથી આવેલા લોકો પૈકી કોઇ કોરોનાગ્રસ્ત હોય તો જિલ્લાના ગામડાઓમાં અને શહેરોમાં  ચેપ લાગવાની સંભાવના રહેલી છે. રોગચાળો વકરવાની સંભાવનાને ટાળવા જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયાએ તંત્રને એલર્ટ કર્યુ છે. ગામડામાં કોઇને પણ માંદગી દેખાય તો તુરત પંચાયતને જાણ કરવા સુચના આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોરાજી, જસદણ, રાજકોટ, જેતપુર, જામકંડોરણા વગેરે તાલુકાઓમાં કોરોનાના કેસ નોંધાઇ ચુકયા છે. પંચાયત દ્વારા કોરોન્ટાઇન સહીતના પગલા લેવામાં આવ્યા છે.

(2:42 pm IST)