Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સુખ અને દુઃખનાં દસ્તાવેજ પર માણસની પોતાની જ સહી હોય છે- પૂ.પારસમુનિ

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયનાં મહામંત્ર પ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રી જગદીશમુનિ મ.સા.નાં સુશિષ્ય સદગુરૂદેવ પૂ. શ્રી પારસમુનિ મ. સાહેબે ઓનલાઈન રાહુલેશ્વરાનંદજી મહારાજ આદિ સનાતન ધર્મનાં સંતો સાથે પ્રવચન આપતા ફરમાવેલ કે ભગવાન મહાવીરે મુહપતિ, સાડા ત્રણ હાથનું અંતર (સોશ્યલ ડિસ્ટનસીંગ), અહિંસા , પ્રકૃતિ સાથે જીવો, જીવો અને જીવવા દો આદિ માનવ જાતનાં કલ્યાણ અને એકાંત હિત માટે સત્યો બતાવેલ છે. પાંચ મહાવ્રત સંતો માટે, પાંચ અણુવ્રત શ્રાવકો માટે બતાવ્યા છે.જો તેનું યોગ્ય પાલન કરવામાં આવે તો માનવમાત્ર સ્વસ્થ અને સુખી રહે. ભગવાન મહાવીર મહાન વૈજ્ઞાનિક હતા.

ઈ.સ. ૧૯પ૮ માં શરીરશાસ્ત્રનું નોબેલ પારિતોષિક જીવવિજ્ઞાની જોસુઆ લેડરબર્ગ ને એનાયત થયેલું. ત્યારે લેડર બર્ગે કહેલું કે પૃથ્વી પર માનવજાતનાં આધિપત્યને પડકારી શકે તેવા હરીફો એકમાત્ર વાઈરસ છે.ર્ં જયોતિષશાસ્ત્ર પ્રમાણે ર૯/૧૦/૧૯ થી ચીનથી કોરોનાં મહામારીનો પ્રારંભ થયો. તે સમયેશનિ-ગુરૂ-કેતુ એકસાથે ધનુ રાશિમાં હતા.  ર૯/૧ર/૧૯ થી મહામારીનો વિકાસ નિરંતર અનેક દેશોમાં થયો. ત્યારે શનિ, ગુરૂ, કેતુ ની સાથે સૂર્ય-બુધ પણ ધનુરાશિમાં આવતા પાંચ ગ્રહો થયા.

મહામારીમાં થોડો બચાવ - રાહતનો સમય ૧૪/૪ થી ૧૪/પનો રહયો. સૂર્ય પોતાની ઉચ્ચરાશિ મેષરાશિમાં હોવાના કારણે થોડી રાહત રહી. તા. ૧૪/પ થી ર૦/૭ સુધી અનેક ઉતાર-ચઢાવ અને કુદરતી આપદાઓ આવશે. સૂર્ય પોતાની ઉચ્ચરાશિ છોડીને વૃષભ આવ્યો અને ગુરૂ પોતાની નીચ રાશિ મકરમાં આવવા થી ઘણુ બધુ વિપરીત વાતાવરણ ઉભુ થાય.

પૂ.શ્રીએ વધુમાં જણાવેલ કે તા. ર૦/૭ થી પ/૮ ગુરૂ મકર રાશિ છોડીને પોતાની ધનુરાશિમાં ફરી પ્રવેશે છે પણ કેતુ ત્યાં સાથે હોવાથી ફરી મહામારી નવા રૂપોમાં આવે તેવી સંભાવનાઓ છે. તા. પ/૮ થી તા. ૩/૯ શનિ પોતાની મકરરાશિ છોડીને વક્રી થઈને ગુરૂ અને કેતુ સાથે ફરી ધનુ રાશિમાં આવશે. તા.૩/૯ થી તા.ર૯/૯ કેતુ ધનુરાશિથી વૃશ્ચિક રાશિમાં જવાના કારણે વેકસીન શોધવામાં અવરોધરૂપ બનતા કેતુના રાશિ પરિવર્તન થી વેકસીનમાં સફળતા મળે. દિન-પ્રતિદિન મહામારીનો આતંક ઓછો થતો જાય. મહામારીને પૂર્ણતઃ જતા તો ઘણો સમય નીકળે તેવું જણાય છે.

કુદરતી હોનારતો અને આપદાઓ સામે માનવે એક જૂટ બની લડવું પડશે. લડાઈ લાંબી છે અને મોટી પણ છે. જીવનમાં સેોથી મોટી લડાઈ માણસ પોતાના વિચારો સાથે લડતો હોય છે, સંજોગો સાથે નહીં. ધર્મ ચાહે ગમે તે હોય, સારા માણસ બનો, ઉપર હિસાબ આપણા કર્મનો થાય છે, ધર્મનો નહીં તે કાયમ સ્મરણ રાખશો. સુખ અને દુઃખનાં દસ્તાવેજ પર માણસની પોતાની સહી હોય છે. એટલુ યાદ રાખશો કે તમારી સારી કે ખરાબ આદત જ તમારા વિકાસ કે વિનાશનં કારણ બને છે. ર૦૧૮ નું નોબલ પ્રાઈઝ ફોર મેડિસિન કેન્સર નાબૂદી રીસર્ચ માટે ડો. તેસુકો હોન્જો અને ડો. એલીસનને મળ્યું. જૈન માન્યતા પ્રમાણે ચોવિહાર ઉપવાસ, હિન્દુ માન્યતા પ્રમાણે નિર્જરા ઉપવાસ, મુસ્લિમ માન્યતા પ્રમાણે રોજા, તેના કહેવા પ્રમાણે વર્ષમાં ૩૦ દિવસ શરીરને ભુખ્યુ રાખવમાં આવે તો ડબ્લ્યુ બી.સી.કાઉન્ટ (સફેદ રકત કર્ણિકા) તેમાં રહેલા ટી-સેલ્સનો પાવર ખૂબ વધી જાય છે અને કેન્સરના કોષોને ખત્મ કરી નાંખે છે. જો ટી સેલ્સ કેન્સરનાં કોષોને ખતમ કરી શકતા હોય, તો કોરોના વાયરસને પણ ખતમ કરી શકે છે. માટે અઠવાડિયે એક ઉપવાસ કરો. ભોજન મર્યાદિત કરો, તળેલુ-તીખુ ન ખાવું. સાદુ ભોજન - સ્વસ્થ શરીર.ગુરૂજનો અમોને કહેતા કે સંતોની ગેોચરી (ભિક્ષા) શુષ્ક, સંયમપુષ્ટ જ હોવી જોઈએ.

(2:38 pm IST)