Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

તમે કેમ યુનુસભાઇને ત્યાં ઇદનું જમવા આવ્યા કહી જેબુનબેન સોલંકી પર બે દિયરનો હુમલો

મોચીબજાર ખાટકીવાસમાં રાત્રે બઘડાટીઃ આરીફ-અલ્તાફે સળયાથી માર માર્યો

રાજકોટ તા. ૨૬: મોચી બજાર ચામડીયા ખાટકીવાસમાં રહેતાં જેબુનબેન હનીફભાઇ સોલંકી (ઉ.વ.૪૦) પર રાતે દસેક વાગ્યે ઘર નજીક રહેતાં પોતાના સગા યુનુસભાઇને ત્યાં પતિ સાથે જમવા ગયા હતાં ત્યારે બે કોૈટુંબીક દિયરો આરીફ અને અલ્તાફે લોખંડના સળીયાથી હુમલો કરી હાથે-શરીરે ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ એ-ડિવીઝન પોલીસ મથકમાં જાણ કરી હતી.

જેબુનબેનના પતિ હનિફભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે ઇદ હોવાથી અમે અમારા મોટા બાપુના દિકરા યુનુસભાઇને ત્યાં જમવા ગયા હતાં. તેની સાથે મારા પિત્રાઇ ભાઇઓ આરીફ અને અલ્તાફને યુનુસભાઇ સાથે ભળતું ન હોઇ બંનેએ તમે શું કામ અહિ જમવા આવ્યા? તેમ કહી હુમલો કર્યો હતો.

(12:55 pm IST)