Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ગાંધીગ્રામ શ્યામનગરમાં ધ્રુવિકને સામે રહેતાં સતિષ સહિતે પાઇપથી ફટકાર્યો

ઘર સામે ગાળાગાળી કરવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયો

રાજકોટ તા. ૨૬: ગાંધીગ્રામ શ્યામનગર-૪માં રહેતાં ધ્રુવિક નરેન્દ્રભાઇ ચાંડપા (ઉ.૧૭)ને ઘર સામે જ રહેતાં સતિષ નામના શખ્સ સહિત ત્રણ જણાએ પાઇપથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ધ્રુવિકના કહેવા મુજબ સતિષ ઘર સામે ગાળાગાળી કરતો હોઇ તેને તેના પિતાએ ઠપકો આપતાં તે બીજા શખ્સો સાથે મળીને આવ્યો હતો અને પોતાના પર હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(12:53 pm IST)