Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

રપમીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઃ ૧૭ હજાર પરીક્ષાર્થીઓ ૬ દિવસમાં પરીક્ષા આપશે

પ્રોજેકટ એકઝામ પણ સાથે લેવાશેઃ સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક ફરજીયાત-સત્તાવાર સમયપત્રક સાંજે જાહેર થશે

રાજકોટ તા. ર૬: માર્ચ માસના પૂર્ણતાના આરે સમગ્ર દેશભરમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની સ્થિતિ થઇ હતી. જેની સીધી અસર શાળા કોલેજો અને યુનિવર્સિટીની પરીક્ષા ઉપર પડી છે. હવે ધીરે ધીરે છૂટછાટ મળતા પરીક્ષા શરૂ કરવા આયોજન થઇ રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોના ૧૧૦ થી વધુ પરીક્ષા કેન્દ્રો ઉપર ૧૭ હજાર પરીક્ષાર્થીઓ કસોટી આપશે. અનુસ્તાનક કક્ષાની પરીક્ષા ૬ દિવસમાં જ પૂર્ણ કરવાનું હાલ આયોજન થયું છે.

અનુસ્નાતક કક્ષાની પરીક્ષાની સાથોસાથ પ્રોજેકટ એકઝામ પણ રપ મી જુનેથી જ લેવાશે.

પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે અને માસ્ક ફરજીયાત અને સેનેટાઇઝરની વ્યવસ્થા ગોઠવાઇ છે.

આજે બપોરે યુનિવર્સિટીમાં પરીક્ષા લક્ષી બેઠક બાદ સાંજે અનુસ્તાતક કક્ષાની પરીક્ષાનું સમયપત્રક જાહેર થશે.

(11:19 am IST)