Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પીએમ કિસાનસ્કીમઃ ખેડૂતોના બેન્ક એકાઉન્ટ અને અન્ય દસ્તાવેજોમાં સ્પેલીંગ અલગઃ ખેડૂતોના કરોડો ડુબ્યા ?!

૭૦ લાખ ખેડૂતોના હાલ ૪ર૦૦ કરોડ જમા થતા અટકયાઃ રાજકોટમાં પણ આવા હજારો ખેડૂતોનું અનુમાન ?! : આવી ગડબડ કરનારા દેશમાં ૭૦ લાખ ખેડૂતોઃ ૬૦ લાખ ખેડૂતોના આધારમાં મોટી ગડબડ

રાજકોટ તા. રપ : પીએમ કિસાન સ્કીમના અરજીકર્તાઓના નામ અને બેંક એકાઉન્ટ નંબરમાં મોટી ગડબડ ઉભી થઇ છે.  બેંક એકાઉન્ટ અને અન્ય દસ્તાવેજોમાં નામના સ્પેલિંગ અલગ છે. જેના કારણે સ્કીમને ઓટોમેટિક સિસ્ટમ પાસ નહીં કરે અને તેના પરીણામે લાખો ખેડુતોના ખાતામાં નાણા જમા નથી થયા આવી ગડબડ કરનારા અરજીકર્તા ખેડૂતોની સંખ્યા લગભગ ૭૦ લાખ છે. જયારે લગભગ ૬૦ લાખ લોકોના આધારમાં ગડબડ છે. ૭૦ લાખ ખેડૂતોની કુલ રકમ ૪ર૦૦ કરોડ રૂપિયા થાય છે, રાજકોટ શહેર-જીલ્લામાં પણ આવા ખેડૂતો હોવાનું અનુમાન છે., આ બાબતે વિગતો મેળવાઇ રહી છે.

(3:55 pm IST)