Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કણસાગરા મહિલા કોલેજ દ્વારા સંશોધન પત્રમાં પ્રસ્તુતી અને પ્રસિદ્ધિનો બદલતો પ્રવાહ વિષે વેબીનાર

દેશભરના ૧૮૦૦ પ્રોફેસર, છાત્રો અને સંશોધકોએ ભાગ લીધો

રાજકોટ તા. રપ : શહેરની કણસાગરા મહિલા કોલેજ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો ચેલેન્જ ફોર રીસર્ચ પેપર રાઇટીંગ એન્ડ પબ્લીસીંગ વિષય ઉપર વેબીનાર યોજાયો હતો.

આજે કણસાગરા મહિલા કોલેજ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો ચેલેન્જ ફોર રીસર્ચ પેપર રાઇટીંગ એન્ડ પબ્લિસિંગ વિષય પર વેબીનાર સંપન્ન થયો. વેબીનારની વિશેષતાએ રહી કે કોઇ એક કોલેજ દ્વારા આયોજિત સેમિનારમાં દેશ અને વિદેશના કુલ ૧૮૦૦ પાર્ટિસિપન્ટ ઓનલાઇન થયા હોય તેવું કદાચ આ પહેલી વખત હોય આ અંગે પ્રિન્સિપાલ  ડો. રાજેશ કાલરીયા કહે છે કે વિષય પોતે પ્રસ્તુત હોય તો આજે પણ વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને તેમાં રસ પડે છે. પ્રત્યેક અધ્યાપક અને સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે આ સૌથી અગત્યની બાબત છે. કે પેપર કેવી રીતે લખાય અને લખાયા પછી માન્ય જર્નલમાં કેવી રીતે પબ્લિશ થાય તે એક કળા છે તે આત્મસાત નહીં હોવાને કારણે ઘણી વખત લોકોએ શોર્ટકટ લેવા પડે છે.

વેબીનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિન્ડીકેટ સભ્ય મેહુલભાઇ રૂપાણીએ હાજર રહીને સૌને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીના પ્રોફેસર પેથાણી વેબીનારની શરૂઆતમાં જ ટેલીફોનીક સંદેશ દ્વારા કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી યુનિવર્સિટીના પ્રોફેસર પેથાણી વેબીનારની શરૂઆતમાંજ ટેલીફોનીક સંદેશ દ્વારા કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી વેબીનારના keynote સ્પીકર તરીકે પ્રતાપસિંહ ચૌહાણ તેમજ એસ.પી.યુનિવર્સિટી ડીપાર્ટમેન્ટ એક બિઝનેસ studies ના અધ્યાપક ડોકટર પ્રોફેસર સંદીપ ભટ્ટ દ્વારા પાર્ટિસીપન્ટ્સનું વિગતે માર્ગદર્શન કરવામાં આવ્યું છે.

 પ્રશ્નોના ઉકેલની વિગેરે ચર્ચા કરવામાં આવી હતી કણસાગરા મહિલા કોલેજના ઉત્સાહી પ્રાધ્યપક અને આ વેબીનારના કોર્ડીનેટર શૈલેષ રાણસરીયા, ડો. મનોજ વ્યાસ તેમજ પ્રો.સેન્જલિયાની ટીમ દ્વારા આ વેબીનારને સફળ બનાવવામાં આવ્યો હતો

(3:47 pm IST)