Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પેટીએમ કેવાયસી વેરીફીકેશનના નામે થતી છેતરપીંડીથી લોકો સાવધાન રહે

તંત્રીશ્રી,

દેશમાં ડેમોનેટાઇઝેશન બાદ અને ખાસ કરીને હાલ લોકડાઉનમાં મોટા પ્રમાણમાં ઓનલાઇન ટ્રાન્ઝેકશન થઇ રહ્યા છે. ત્યારે પેટીએમ ડીઝીટલ વોલેટ એપ્લીકેશન સરળ અને ઉપયોગી બનતી હોય મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરે છે. આર.બી.આઇ.ની ગાઇડ લાઇન મુજબ ડીજીટલ વોલેટ એપના ઉપયોગ માટે વપરાશકર્તાએ પોતાનું કેવાયસી વેરીફીકેશન કરાવવુ જરૂરી હોય છે. આ બાબતનો લાભ લઇ કેટલાક ફ્રોડસ્ટર મેદાનમાં આવી ગયા છે. પેટીએમ કેવાયસીના નામે લોકોને કોલ કરીને કે મેસેજ કરીને રીમોટ એકસેસ એપ્લીકેશન ડાઉન લોડ કરાવે છે અને પછી ધીરે ધીરે આઇડી તથા પીન પણ જાણી લ્યે છે. ઉપરાંત ફોનની સ્ક્રીન અને ટાઇપ કરવામાં આવતા કી સ્ટ્રોક પણ રેકોર્ડ કરી લ્યે છે. બાદમાં આવા ફોડસ્ટર લોકોને પોતાના પેટીએમ એકાઉન્ટમાં એક નાનુ ટ્રાન્ઝેકશન કરવાનું કહે છે. એ સાથે જ લોકો જે કંઇ એકટીવીટી કરે તે બધી જ તેઓ રીમોટ એકસેસ એપના કારણે મેળવી લ્યે છે. એટલુ જ નહીં આ એપના માધ્યમથી ફ્રોડસ્ટર એસએમએસ દ્વારા મળતા ઓટીપી પણ જાણી લ્યે છે. આ રીતે માહીતી મેળવી લીધા પછી લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી લ્યે છે.

જો તમારે આવુ ન થવા દેવુ હોય તો કેટલીક સાવધાની રાખવી જોઇએ. જેમ કે કેવાયસી વેરીફીકેશન માટે કયારેય બેંક એકાઉન્ટ સંબંધી માહીતી (કાર્ડ નંબર, એકસ્પાયરી ડેટ, સીવીસી, પીન-ઓટીપી) શેર ન કરવી. આ માહીતી ફોન, મેસેજ અથવા ગુગલ ફોર્મના માધ્યમથી જાહેર કરવી નહીં. (ર) કેવાયસી વેરીફીકેશન માટે કયારેય અજાણી લીંક ઉપર કલિક ન કરો. કોઇપણ એપ્લીકેશન ડાઉનલોડ ન કરો. (૩) પેટીએમ કેવાયસી વેરીફીકેશન માટે પેટીએમ એપના 'નીયરબાય કેવાયસી પોઇન્ટસ' ફીચરનો ઉપયોગ કરો. (૪) આ પ્રકારના ફ્રોડના સંજોગોમાં તાત્કાલીક સાઇબર સેલમાં ફરીયાદ કરો. ઉપરાંત આપની બેંકમાં આ ફ્રોડ અંગેની વિગતની જાણ કરી તુરંત આપનું બેંક એકાઉન્ટ અને કાર્ડ બ્લોક કરાવી દયો.

- એડવોકેટ નિકેત પોપટ સાયબર લો નિષ્ણાંત,મો.૭૦૧૬૪ ૭૨૨૧૫

(2:48 pm IST)