Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા સિલ્કના માસ્કનું નિર્માણ

રાજકોટ તા. ૨૫: કોરોના વાયરસની મહામારીથી બચવા માટે લોકો માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા સિલ્કના  માસ્કનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગ અધ્યક્ષે જણાવ્યુ છે કે 'અમે સિલ્ક માસ્કની એક વિશેષ કેટેગરી લોંચ કરી છે. તેમાં કોટનના ૨ લેયર અને સિલ્કનું એક ઉપરનું લેયર છે.આ માસ્ક ફરીથી વાપરી શકાય તેવુ, ધોવા યોગ્ય, બાયોડિગ્રેડેબલ  અને સ્કીન ફ્રેંડલી છે. આમાં હાથ વણાટવાળા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે રોજગાર  સર્જવામાં પણ મદદગાર બનશે.

(1:41 pm IST)