Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉનનો ભંગ કરી પડધરી પોલીસ ઉપરના હુમલા કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ, તા.૨૫: પડધરીના રંગપર ગામે કોરોના વાયરસ નામનો ચેપી રોગ ફેલાવાની સંભાવના હોવાનું જાણતા હોવા છતા બેદરકારીપુર્વક જાહેરમાં નીકળનારને પોલીસે રોકતા પંદરેક આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ધોકા, લોખંડનો પાઇપ તથા પત્થરો ધારણ કરી મારી નાખવાના ઇરાદે ફરીયાદી તથા સાહેદો ઉપર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ફરજમાં રૂકાવટ કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો આચરવાનો જેના પર આરોપ છે તે રાણા હિરાભાઇ ચાવડીયાને રાજકોટની સેશન્સ અદાલતે આગોતરા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકિકત જોઇએ તો પડધરી  પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા વકાર ઉમરભાઇ અરબે પડધરી પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે રંગપર ગામના બીઝલભાઇ રાતડીયા સહિત પંદરેક આરોપીઓએ ધોકા, પાઇપ, પત્થરો ધારણ કરી ભારત સરકાર તથા ગુજરાત સરકારની ગાઇડ લાઇન અને તે અન્વયેના જાહેર નામાનો ભંગ કરી ચેપી રોગ ફેલાવાની સંભાવના હોવાનું જાણતા હોવા છતા બેદરકારીપુર્વક જાહેરમાં નીકળનારને પોલીસે રોકતા પંદરેક આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ધોકા, લોખંડનો પાઇપ તથા પત્થરો ધારણ કરી મારી નાખવાના ઇરાદે ફરીયાદી તથા સાહેદો ઉપર હુમલો કરી એલ.આર.ડી. વિમલ વેકરીયાને ગંભીર ઇજા પહોંચાડી ફરજમાં રૂકાવટ કરી ગુનો આચરેલની ફરીયાદ નોંધાવેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી રાણાભાઇ હિરાભાઇ ચાવડીયાએ સંભવિત ધરપકડ સામે આગોતરા જામીન પર મુકત થવા એડવોકેટ સુરેશ ફળદુ મારફત અરજી કરી હતી. જેને અદાલતે મંજુરી કરી હતી.

ઉપરોકત કામમાં અરજદાર રાણાભાઇ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(1:41 pm IST)