Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

સાંજે ૭ પછી ટહેલવા નીકળી પડેલા ૮ અને ડબલ સવારીમાં નીકળેલા પણ ૮ પકડાયા

સાંજે ચાર પછી દૂકાન ખુલ્લી રાખનારા બે વેપારીની પણ ધરપકડ

રાજકોટ તા. ૨૫: કોરોના મહામારીને કારણે અમલી બનાવાયેલા લોકડાઉનમાં સવારે આઠથી સાંજના ચાર સુધી વેપાર ધંધા ચાલુ રાખવાની છુટ અપાઇ છે.  તેમજ સાંજે સાતથી સવારના સાત સુધી કર્ફયુનું પાલન કરવા આદેશ કરાયો છે. ઉપરાંત ડબલ સવારીમાં ટુવ્હીલરમાં નીકળવા પર પણ પ્રતિબંધ છે. આમ છતાં નિયમોનો ભંગ થતો રહે છે.  પોલીસે સાંજે સાત પછી બહાર નીકળનારા ૮ શખ્સોને, ડબલ સવારીમાં નીકળેલા ૮ શખ્સોને તથા ચાર પછી દૂકાન ખુલી રાખનારા ૨ વેપારીને પોલીસે પકડ્યા હતાં.

બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસેથી કમલ ઘનશ્યામભાઇ કિહોર (ઉ.૨૫-રહે. સંત કબીર રોડ સદ્દગુરૂ કોમ્પલેક્ષ)ને રાત્રીના નવ વાગ્યે વાજબી કારણ વગર બહાર નીકળતાં પકડી લઇ ગુનો નોંધ્યો હતો. આ રીતે મોરબી રોડ વેલનાથ પરા સામેથી જીવન મનોજભાઇ ગોંડલીયા (ઉ.૨૩-રહે. કચ્છી લોહાણા સમાજની વાડી સામે, મોરબી રોડ)ને પણ રાતે પોણા દસે ઘર બહાર નીકળી બેજવાબદારી ભર્યુ વર્તન કરવા સબબ પકડ્યો હતો. તેમજ માલવીયાનગર પોલીસ દ્વારા રાજનગર ચોકમાંથી જલારામ સોસાયટી-૧ના રાજન ગોરધનભાઇ પટેલ (ઉ.૩૩)ને તેમજ મવડી રોડ સહયોગ હોસ્પિટલ પાસેથી નર્મદા પાર્ક-૪ના ધવલ ગોરધનભાઇ સોરઠીયા (ઉ.૨૬)ને સાંજના સાત વાગ્યા પછી ઘર બહાર નીકળતાં પકડી લેવાયા હતાં. રાજશ્રુંગાર પાર્ટી પ્લોટ પાસેથી વાસ્તુ બી-આવકાર એવન્યુમાં રહેતાં રાહુલ નારણભાઇ મોણપરા (ઉ.૨૮)ને પણ સાંજના સાત પછી બહાર નીકળતાં તેના ઘર નજીકથી પકડી લેવાયો હતો.

આ જ રીતે પ્ર.નગર પોલીસે સંતોષીનગરના દેવરાજ ભીખાભાઇ સીતાપરા (ઉ.૨૧)ને તથા ગણેશ મોતિલાલ ગુપ્તા (ઉ.૨૦)ને પોપટપરા નાલા પાસેથી સાંજે આઠ વાગ્યે ઇમર્જન્સી વાજબી કારણ વગર બહાર નીકળી આવતાં પકડી લીધા હતાં. ગાંધીગ્રામ પોલીસે ગોવિંદનગર-૫ના મોહિત હસમુખભાઇ પરમાર (ઉ.૩૫)ન ેસાંજે પોણા આઠે કારણ વગર બહાર નીકળતાં એસ. કે. ચોકમાંથી પકડ્યો હતો. જ્યારે તાલુકા પોલીસે અલય પાર્ક રોડ પરથી ધરમનગરના મેહુલ ગોરધનભાઇ રાખશીયા (ઉ.૩૨)ને સાંજે ચાર પછી પણ પોતાની ભવાની પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ખુલી રાખી હોઇ જાહેરનામા ભંગ બદલ ધરપકડ કરી હતી.  આ રીતે યુનિવર્સિટી પોલીસે પણ શાંતિનિકેતન  રેસિડેન્સીના ભાવેશ વૃજલાલભાઇ સેતા (ઉ.૩૭)ને તેના ઘર નજીક સાંજે સાડા સાતે પોતાની કુળદેવી પ્રોવિઝન નામની દૂકાન ખુલી રાખી જાહેરનામાનો ભંગ કરવા સબબ ગુનો નોંધી ધરપકડ કરી હતી. 

થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક પાસેથી હાથીખાના શેરી નં. ૬/૭ના ખુણે રહેતાં  યુસુફ ફારૂકભાઇ મલીડા (ઉ.૨૦) તથા રામનાથપરા શેરી નં. ૫ હુશેની ચોકના મુશર્રફ અબ્દુલગફાર મલિક (ઉ.૩૨)ને ટુવ્હીલરમાં ડબલ સવારીમાં બેસીને નીકળતાં પકડી લેવાયા હતાં. આ જ રીતે ભકિતનગર પોલીસે હુડકો કવાર્ટર સી-૧૩૯માં રહેતાં હર્ષદ સુરેશભાઇ ચોૈહાણ (ઉ.૩૨) અને વિક્રમસિંહ રણજીતસિંહ ઝાલા (ઉ.૩૦)ને બાઇકમાં ડબલ સવારીમાં ગાયત્રીનગર રોડ પરથી નીકળતાં ધરપકડ કરી હતી. તેમજ દેવપરા પાસેના ઇન્દિરાનગર-૪ના હાર્દિક અનિલભાઇ રાણપરીયા (ઉ.૨૪) તથા મેહુલ બિપીનભાઇ રાઘવાણી (ઉ.૨૫)ને પણ ડબલ સવારીમાં ગાયત્રીનગર જલજીત હોલ પાસેથી નીકળતાં પકડી લેવાયા હતાં.

આ ઉપરાંત આજીડેમ પોલીસે યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસે કવાર્ટરમાં રહેતાં અજય નિલેષભાઇ ભાયાણી (ઉ.૨૧) તથા રૈયા ગામના રાજ ગિરીશભાઇ શીશાંગીયા (ઉ.૨૨)ને કનૈયા ચોક રાધાકૃષ્ણ મંદિર પાસેથી પલ્સર બાઇકમાં ડબલ સવારીમાં નીકળતાં પકડી લીધા હતાં.

(12:51 pm IST)