Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ટ્રાફિક બ્રાંચે રવિવારે ૩૩૨ વાહન ડિટેઇન કર્યા

એસીપી બી. એ. ચાવડાની રાહબરીમાં ચાર પીઆઇ અને ટીમોની લોકડાઉન અંતર્ગત કાર્યવાહી

રાજકોટ તા. ૨૫: કોરોનાનું સંક્રમણ અટકાવવા અને લોકડાઉનનું પાલન કરાવવા શહેર પોલીસની સાથે ટ્રાફિક પોલીસની ટીમો પણ સતત કાર્યરત છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરી અને એસીપી બી. એ. ચાવડાની સુચના મુજબ ચાર સેકટરમાં પીઆઇ એમ.આર. પરમા, એમ. ડી. વાળા, બી. ડી. જીલરીયા તથા એમ. ડી. વાળા અને તેમની ટીમો સતત કામગીરી કરે છે. વાહન ચેેકીંગ, ટુવ્હીલરમાં ડબલ સવારીમાં નીકળનારા, સાંજે સાત પછી નીકળનારા તેમજ કારમાં ત્રણથી વધુ નીકળનારા વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. રવિવારે રાતના નવ સુધીમાં અલગ-અલગ કારણોસર નિયમ ભંગ કરનારા ૩૩૨ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. તેમે એસીપી બી. એ. ચાવડાએ જણાવ્યું હતું. (૧૪.૮)

(12:54 pm IST)