Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

રતનપરમાં કાલથી યુવા શોર્ય પ્રશિક્ષણ વર્ગ

બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા આયોજનઃ ૩ જૂન સુધી દરરોજ શારીરિક-બૌદ્ધિક કાર્યક્રમોઃ સોમવારે વિહિપ અધ્યક્ષ દિલીપભાઇ ત્રિવેદીની ઉપસ્થિતી

રાજકોટ તા.૨૬ : બજરંગદળ સૌૈરાષ્ટ્ર  પ્રાંત દ્વારા શ્રી રામજી મંદિર - રતનપર ખાતે તા.૨૭ મે થી ૩ જૂન સુધી શૌર્ય પ્રશિક્ષણ વર્ગ સૌરાષ્ટ્રપ્રાંત માટે યોજવામાં આવેલ છે.

સૌરાષ્ટ્રના વિવિધ તાલુકા જીલ્લામાંથી ૧૦૦ થી વધારે યુવાનો ભાગ લેશે. ૮- દિવસ શીબીરાર્થી યુવાનોને શારીરીક કાર્યક્રમ જેમા જુડો કરાટે - રાઇફલ - લાઠી દાવ - ઓપ્સ્ટીકલ - તીરંદાજી - રમતો - યોગાસન - સૂર્યનમસ્કાર જેવી વિવિધ તાલીમ આપવામાં આવશે. આ વર્ગમાં આવનારે પોતાની જીવન જરૂરી વસ્તુ ,કપડા, દંતમંજન  વિગેરે સાથે લઇને આવવુ. વર્ગમાં ગણવેશ ફરજીયાત છે. સવારે ૪-૩૦ કલાકથી રાત્રે ૧૦-૩૦ કલાક સુધી વિવિધ શારિરીક - બૌદ્ધિક કાર્યક્રમ રહેશે.

વર્ગની તૈયારી માટે સૌરાષ્ટ્ર પ્રાંતના બજરંગદળ સંયોજક ભાવેશભાઇ ઠક્કર - કચ્છ, વિજયભાઇ નિરવાણી - કચ્છ, અશોકભાઇ આહિર - ભાવનગર , રવિરાજસિંહ જાડેજા - જામનગર, અનિરૂધ્ધસિંહ ચાવડા - રાજકોટથી વર્ગમાં પૂર્ણ સમય ઉપસ્થિત રહી વ્યવસ્થા સંભાળશે.

વર્ગ ઉદઘાટન કાર્યક્રમમાં ગુજરાત વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ દિલીપભાઇ ત્રિવેદી તા.૨૮ મેના સવારે ઉદઘાટન કાર્યક્રમ ઉપસ્થિત રહેશે. તા.૨૯ મેના ધર્મપ્રસાર વિભાગના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઇ ભાવાણી તા.૩૦ મે ના સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી કિરીટભાઇ મિસ્ત્રી તા.૩૧ મેના વિહીપ કેન્દ્રીય મંત્રી દાદા વેધકજી તા.૦૧ જૂન ના ગુજરાત બજરંગદળના સંયોજક હરેશભાઇ ચૌહાણ તા.૦૨ જૂનના વિહિપ  કેન્દ્રીય સંયુકત મહામંત્રી સુરેન્દ્રજી  જૈન ઉપસ્થિત રહેશ. તા.૦૩ જૂન ના સમાપન કાર્યક્રમ યોજાશે.

બજરંગદળ યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગની પૂર્વ તૈયારી જેમા સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ હરીભાઇ ડોડીયા, મહાનગરના અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, કાર્યાધ્યક્ષ હસુભાઇ ચંદારાણા, ગુજરાત બજરંગદળ સંયોજક હરેશભાઇ ચૌહાણ , વિભાગ મંત્રી શ્રી કૃણાલભાઇ વ્યાસ, ધર્મપ્રસાર સમિતીના  અધ્યક્ષ અશોકસિહ ડોડીયા , જીલ્લા મંત્રી રાહુલભાઇ જાની, રામભાઇ સાંખલા, વનરાજભાઇ ચાવડા, રીશીતભાઇ શીંગાળા, સુરેશભાઇ વોરા, અનિરૂધ્ધસિંહ ચાવડા , મહાવીરસિંહજી જાડેજા , કલ્પેશભાઇ મહેતા, ધનરાજભાઇ રાઘાણી , બ્રિજેશભાઇ, મનોજભાઇ કદમ, સુશીલભાઇ પાંભર, સંદિપભાઇ આસોદરીયા, વિગેરે કાર્યકર્તા પદાધિકારીઓ વર્ગ માટે વિવિધ વ્યવસ્થાઓની જવાબદારીઓ સંભાળી વર્ગને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.(૨૮.૭)

(4:22 pm IST)