Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

બોટાદ - અમદાવાદ બ્રોડગેજ ટ્રેન સેવા માટે અઢીસો પૂલ અને દોઢ ડઝન સ્ટેશન રેડી થઇ ગયા

૨૦૧૯ના અંત સુધીમાં ટ્રેનો દોડતી થઇ જશે : હવે રેલવે સ્ટેશનો આધુનિક સુવિધાથી સજ્જ કરાશે

રાજકોટ તા. ૨૬ : અતિ મહત્વકાંક્ષી બોટાદ - અમદાવાદ બ્રોડગેજ પ્રોજેકટ અંતર્ગત પ્રવર્તમાન સમયમાં ૨૪૩ બ્રીજ અને ૧૮ જેટલા રેલવે સ્ટેશન બિલ્ડીંગનું નિર્માણ કાર્ય થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે. રેલવે વિકાસ નિગમ લીમીટેડની નિગરાનીમાં આગળ ધપી રહેલા અતિ મહત્વના બોટાદ - અમદાવાદ બ્રોડગેજ પ્રોજેકટને સંભવતઃ ૨૦૧૯ના અંત સુધીમાં પૂર્ણ કરીને ટ્રેન દોડવવાનું લક્ષ રખાયું છે. તેમ રેલવે તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

આ અંગે રેલવે તંત્રના અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષાકાળમાં ભારે મેઘકૃપા થવાના પગલે લોલીયા ડિપ જલમગ્ન થઇ ગયો હતો. જલમગ્ન રેલવે ટ્રેકની સ્થિતિમાં રેલવે તંત્રએ, મીટરગેજ ટ્રેક પર લોકલ ટ્રેનો દોડાવવાનું બંધ કર્યું હતું. બીજી તરફ બોટાદ - અમદાવાદ વચ્ચેના ગેજ કન્વર્ઝેશનના ૪૫૦ કરોડ રૂપિયાના પ્રોજેકટ સામે પ્રથમ ચરણમાં ૧૫૦ કરોડ રૂપિયાની કેન્દ્ર સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં ૧૮ રેલવે સ્ટેશન બિલ્ડીંગ અને ૨૪૩ બ્રીજ નિર્માણની કામગીરી પૂર્ણ થઇ હતી. રેલવે સ્ટેશનના બિલ્ડીંગના નિર્માણ બાદ આ રેલવે સ્ટેશનને યાંત્રિક અને ટેકનીકલ સુવિધાથી સજ્જ કરાશે.(૨૧.૧૧)

(4:19 pm IST)