Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

જુનમાં ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ

વન્ડર ચેસ કલબ દ્વારા નચિકેતા સ્કુલ અને ગેસ્ફોર્ડ કલબના સહયોગથી આયોજન

રાજકોટ તા. ૨૬ : બુધ્ધિમાની રમત ગણાતી ચેસ પ્રત્યે બાળકો અને યુવાનોમાં  લગાવ આવે તેવા હેતુથી વન્ડર ચેસ કલબ દ્વારા નચિકેતા સ્કુલ અને ગેસ્ફોર્ડ ચેસ કલબના સહયોગથી આગામી તા. ૨૩/૨૪ જુનના ઓપન ગુજરાત રેપીડ ચેરસ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવેલ કે તા.૨૩ અને ૨૪ ના રાજકોટમાં નચિકેતા સ્કુલ, જીવરાજ પાર્ક ખાતે આયોજીત આ ચેસ ટુર્નામેન્ટમાં અન્ડર-૯, અન્ડર-૧૩, અન્ડર-૧૭ તથા ઓપન કેટેગરી એમ ચાર પ્રકારની ટુર્નામેન્ટ એક સાથે રમાશે.

 તા. ૨૩ ના ચેસ ખેલાડીઓએ બપોરે ૧૨ વાગ્યે રીપોર્ટ કરવાનો રહેશે. પ્રથમ રાઉન્ડ શાર્પ ૨ વાગ્યે શરૂ થશે. કુલ સાત રાઉન્ડ રમાડાશે. તા. ૨૪ ના ૮ વાગ્યે રીપોર્ટ કરાશે. પ્રથમ રાઉન્ડ શાર્પ ૯.૩૦ કલાકે શરૂ થશે. કુલ પ રાઉન્ડ રહેશે. ભાગ લેનાર ખેલાડીઓ માટે ચા-નાસ્તો, લંચની વ્યવસ્થા ગૌરવ ત્રિવેદી વન્ડર ચેસ કલબ તરફથી રાખવામાં આવેલ છે.

ભાગ લેનાર દરેક ખેલાડીએ પોતાને ચેસ સેટ તથા ચેસ કલોક સાથે લાવવાની રહેશે. સમગ્ર ટુર્નામેન્ટ સ્વિસલીંગ પધ્ધતીથી રમાડવામાં આવશે.

એન્ટ્રી નોંધાવવા (૧) વન્ડર ચેસ કલબ, ૨૧૩, ડેકોરા સ્કવેર, આઇ.સી.આઇ.સી.આઇ. બેંક, સાધુવાસવાણી મેઇન રોડ, (ર) ગેસફોર્ડ  ચેસ કલબ, કિરીટ પાન, ત્રિકોણ બાગ પાસે, (૩) પી. પ્રભુદાસ ચેસ કલબ, કરણપરા-૧૦, કેસરીયા વાડી સામે, (૪) નચિકેતા સ્કુલ, જીવરાજ પાર્ક નાનામવા મેઇન રોડ ખાતે અથવા વધુ માહીતી માટે ગૌરવ ત્રિવેદી (મો.૯૯૧૩૫ ૮૯૨૦૮), કિશોરસિંહ જેઠવા (મો.૯૯૨૫૨ ૪૮૨૫૧), અભય કામદાર (મો.૭૯૮૪૮ ૪૨૬૨૫), જય ડોડીયા (મો.૯૨૭૬૮ ૩૫૧૧૪) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

કુલ ૩૧,૫૦૦ ના ઇનામો અને મોમેન્ટો રાખવામાં આવ્યા છ.ે ૩૦૦ થીવધુ ખેલાડી ભાગ લેશે.

સાથે બેસ્ટ સ્કુલ, બેસ્ટ કોલેજ, બેસ્ટ એકેડમીમાં પ્રથમ દરેક વિજેતાને રૂ.૨૫૦૦ રોકડ, બીજા અને ત્રીજા વિજેતાને ટ્રોફી તથા બેસ્ટ ફિમેલ પ્લેયર, બેસ્ટ અનરેટેડ, બેસ્ટ સીનીયર સીટીઝન તથા બેસ્ટ રાજકોટ પ્લેયરને ટ્રોફી આપી સન્માનીત કરાશે.

સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા વન્ડર ચેસ કલબના ફાઉન્ડર ગૌરવ ત્રિવેદી, સેક્રેટરી અભય કામદાર, ગેસફોર્ડ કલબના પ્રમુખ નટુભાઇ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા નચિકેતા સ્કુલના કેમ્પસ ડાયરેકટર અમિતભાઇ દવે, હર્ષદભાઇ ડોડીયા, દીપકભાઇ જાની, મહેશભાઇ વ્યાસ, ડાયનેમીક ચેસ એકેડમીના ડીરેકટર મનીષભાઇ પરમાર, અતુલભાઇ માકડીયા, શૈલેષભાઇ કકકડ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આર્બીટ્રેટર તરીકે જય ડોડીયા અને કો-આર્બીટ્રેટર તરીકે અતુલભાઇ માકડીયા સેવા આપશે.

તસ્વીરમાં ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટની વિગતો વર્ણવતા ગૌરવ ત્રિવેદી, કિશોરસિંહ જેઠવા, અભય કામદાર, હર્ષદભાઇ ડોડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૬)

(4:17 pm IST)