Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

આઇટીસી ફોર્ચ્યુન હોટેલમાં અનલિમિટેડ પિઝા-પાસ્તાની અનેરી ઓફરઃ એડવાન્સ બૂકીંગ શરૂ

સુપ, સોફટ ડ્રિન્ક અને આઇસ્ક્રીમનો પણ અનેરો સ્વાદઃ પત્રકાર પરિષદમાં માહિતી અપાઇ

રાજકોટ તા. ૨૬: શહેરના ૧૫૦ ફુટ મવડી રીંગ રોડ પર આવેલી આઇટીસી ફોર્ચ્યુન હોટેલ માટે છેલ્લા ત્રણ વર્ષ નોંધપાત્ર અને યાદગાર રહ્યા છે. રાજકોટની આ એક માત્રસ ગવર્નમેન્ટ કલાસિફાઇડ ફાઇવ સ્ટાર હોટેલ છે. આ હોટેલ ખાતે ૨૫મી મેથી વિશીષ્ટ ઓફર શરૂ થઇ છે. જેમાં અનલિમિટેડ પિઝઝા અને પાસ્તા સાથે લિમિટેડ સૂપ, સોફટ ડ્રિંકસ અને આઇસ્ક્રીમનો અનેરો સ્વાદ માણવા મળશે.

ગઇકાલે હોટેલ ખાતે પ્રેસમીટમાં આ અંગેની માહિતી અપાઇ હતી. પિઝઝામાં લંચ માટે રૂ. ૨૯૯+ટેકસ અને ડિનર માટે રૂ. ૩૯૯+ટેકસ ભાવ રખાયો છે. આ ઓફર માટે એડવાન્સ બુકીંગ પણ શરૂ થઇ ગયું છે. બુકીંગ માટે મો. ૮૯૮૦૮ ૦૦૬૭૨, ૮૯૮૦૮ ૦૦૬૬૭, ૦૨૮૧ ૩૯૮૮૪૪૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

હોટેલના સેલ્સ એન્ડ માર્કેટીંગ હેડ ઉર્વેશ પુરોહિતે જણાવ્યું હતું કે આ હોટેલ શહેરના, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીઝ ડેલિગેટ્સને રહેવા માટે કોન્ફરન્સ, કોર્પોરેટ પાર્ટી કે લગ્ન પ્રસંગ માટે લોકોની પહેલી પસંદગી બની ગઇ છે. ભારતીય ક્રિકેટ ટીમ, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને તમામ આઇપીએલની ક્રિકેટ ટીમો માટે પણ આઇટીસી ફોર્ચ્યુન હોટેલ પહેલી પસંદગી બની ગઇ છે. આઇટીસી કંપની ૧૦૮ વર્ષથી કાર્યરત છે. વિવિધ ક્ષેત્રમાં તેના લિડર છે. જેમાંનું એક હોટેલ ક્ષેત્ર પણ છે. ભારતભરમાં ૧૦૦ ઉપરાંત હોટેલ છે. આ હોટેલમાં ૭૭ રૂમ સાથે ૩ સ્યુટ , સ્વીમિંગ પુલ, જીમ, સ્પા, બિઝનેસ સેન્ટર, બોર્ડ રૂમ, ૫૦૦ થી ૭૦૦ની કેપીસીટી સુધી બેન્કવેટ, ઓર્કિડ મલ્ટીકયુઝિન રેસ્ટોરન્ટ, રેઇનબો સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ, ફોરેન ગેસ્ટ માટે ગવર્નમેન્ટ એપ્રુવ્ડ વાઇન શોપની પણ સુવિધા આ હોટેલ પુરી પાડે છે.

(4:15 pm IST)
  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST

  • આગામી 24 કલાકમાં ગોવા અને મહારાષ્ટ્ર્ના કિનારે મેનુકુ વાવાઝોડાની ચેતવણી :મહારાષ્ટ્રં અને ગોવાના દરિયાકાંઠે ચક્રવાત ટકરાશે :હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું કે તા; 27થી 29 દરમિયાન ભારે વરસાદની શકયતા છે access_time 1:26 am IST