Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ફેસબુક પર મહિલાને મેસેજ અને ફોન કરી હેરાન કરતો ફેસબૂક રોમિયો ઝડપાયો

જોધપુરમાંથી ધોબીના પુત્રની ધરપકડ કરવામાં આવી : પ્રોફાઇલ જોઇ બીભત્સ મેસેજ મોકલતો

રાજકોટ તા. ૨૬ : અમદાવાદ શહેરની એક યુવતીના ફેસબુક પેજ પર ફ્રેન્ડશિપની રિકવેસ્ટ મોકલ્યા બાદ યુવતીએ કોઈ રીસ્પોન્સ ન આપતા તેને બીભત્સ ફોટા મોકલી તેનો નંબર મેળવી હેરાન પરેશાન કરતા ફેસબુક રોમિયોની શહેર સાયબર ક્રાઈમે રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરી છે. ડ્રાયકિલનિંગ કરી પેટિયું રળતા ધોબી પિતાનું સંતાન એવો આ ૨૫ વર્ષીય યુવક રેડીમેડ કપડાંની દુકાનમાં નોકરી કરે છે. પોલીસને પીડિતાએ ફરિયાદ કરતાં આરોપીની સાઇબર સેલ દ્વારા ધરપકડ કરાઇ હતી.

સાઇબરસેલની ટીમે રાજસ્થાનના જોધપુરમાં રહેતા ગૌતમ લખવાણી ઉ.વ.૨૫ની ધરપકડ કરી છે. આરોપીના પિતા પરષોત્તમભાઈ ડ્રાયકિલનિંગનું કામ કરે છે. ઘોરણ ૮ સુધી ભણેલા ગૌૈતમ રેડીમેડ કપડાંની દુકાનમાં નોકરી કરે છે.

આ યુવાને યુવતીના ફેસબુક પેજ પરથી તેનો મોબાઈલ નંબર મેળવી તેને સતત ફોનકોલ્સ કરી બીભત્સ માંગણીઓ કરી હતી.  આરોપી ગૌતમ લખવાણીની વધુ પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું છે કે, તે ફેસબુક પર યુવતીઓના પ્રોફાઈલ જોઈ તેમને બીભત્સ ફોટા-વીડિયો મોકલવાની ટેવ ધરાવે છે. આ અગાઉ જોધપુર સેકટર ૨૩ પોલીસ સ્ટેશનમાં તેની વિરૂદ્ઘ આ પ્રકારનો ગુનો દાખલ થયો હતો અને તેની ધરપકડ પણ થઈ હતી.(૨૧.૧૦)

(4:12 pm IST)