Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સેઇફ સીટી માટે રાજકોટની આઇ-વે પ્રોજેકટની પસંદગીઃ મેયર અને ડે.કમિશનર એવોર્ડ એનાયત

રાજકોટઃ કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન હેઠળ ઝડપથી વિકાસ પામી રહેલા શહેરોની અવનવી સુવિધાઓ અભ્યાસનો વિષય બનેલ છે ત્યારે રાજકોટ શહેર પણ તેની આધુનિક ઢબની પ્રગતિના પરિણામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા હાંસલ કરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટને સેઇફ અને સિકયોર સિટી બનાવવા કાર્યરત કરેલા 'રાજકોટ આઇ-વે પ્રોજેકટ'ને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ પ્રાપ્ત થયું છે. સ્માર્ટ સિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને એકિઝબીશન્સ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સેઇફ સિટી એવોર્ડ ઓફ સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા એવોર્ડઝ-૨૦૧૮ માટે રાજકોટના આઇ-વે પ્રોજેકટરની પસંદગી કરી છે, અને તા.૨૫ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલ એવોર્ડ અર્પણ સમારોહમાં રાજકોટના મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય અને નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણીને સેઇફ સીટી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

(4:12 pm IST)