Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ધો. ૧ર સાયન્સના પરીણામમાં ''ટાઇમ સ્કુલ'' નો દબદબો

હિરેન દેસાઇ સર અને જાનકી મેમનાં માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા JEE/NEETની સંપૂર્ણ તૈયારી કરાવતી એક માત્ર સ્કુલ

રાજકોટ, તા. ૨૬ :. શહેરની અગ્રણી ટાઈમ્સ સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો. ૧૨ સાયન્સના પરિણામમાં દબદબો યથાવત રહ્યો છે. અનેક વિદ્યાર્થીઓએ તેમની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર હિરેન દેસાઈ અને જાનકી મેમના નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા કર્યુ છે.

ઉત્સવ રાયચુરા

ધો. ૧૨ સાયન્સ ના પરિણામમાં ૯૯.૩૧ PR ઉત્સવ રાયચુરા ને કોમ્પ્યુટર એન્જિનિયર બનવા નું સપનું છે. ટાઈમ સ્કૂલના વિદ્યાર્થી રાયચુરા ઉત્સવ કહે છે, નિયમીત વાંચન અને પુનરાવર્તન કરવાથી સફળતા મળે છે. જયારથી ધો.૧૨ ની શરૂઆત થઇ ત્યારથી ટાઈમ સ્કૂલ ના શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ આયોજન પૂર્ણ મેહનત કરી શાળા દ્વારા લેવાતી ડેઇલી વીકલી પરીક્ષાઓ આપવામાં આવેતો ધારેલ સફળતા જરૂર મળે છે. પોતાની આ શ્રેય સતત જાગૃતતા તેમજ તેમની ઘર ની અતી સામાન્ય પરિસ્થિતિ માં પણ આટલી હદ સુધી પહોચાડનાર તેમના માતા-પિતાનો એ ખૂબ આભારી છે. અને શાળા ના નિષ્ણાત શિક્ષકોની ટીમ જેમાં હિરેનસર દેસાઈ, જાનકીમેમની આભારી છે.

જય સોનદાગર

ધો.૧૨ સાયન્સ ના પરિણામમાં ૯૮.૭૮ ટકા pr (ગુજકેટ ) માં મેળવી ટાઇમ સ્કૂલ ના વિદ્યાર્થી જય સોનદાગર કહે છે. કે મેહનત અને યોગ્ય માર્ગદર્શન દ્વારા ધ્યેય સિદ્ઘિ પ્રાપ્ત કરી શકાય છે. જયને એમ.બી.બી.એસ કરી DNB કરવાનું સ્વપ્ન છે. એ માટે યોગ્ય માર્ગદર્શન તેમજ મળેલ પરિણામ  માટે એ ટાઇમ સ્કૂલ ના શિક્ષક ગણ અને દાદા-દાદી તેમજ કાકા કાકી ને આભારી મને છે એમનું કેહવાનું છે કે ટાઇમ સ્કૂલ માં કોર્સ પૂર્ણ થવાને લીધે પરીક્ષાની તૈયારી, પેપર સોલ્વીંગ અને એન્ટ્રનસ તૈયારીનો પુરતો સમય મળી રહે છે. સ્કૂલ દ્વારા આપવામાં આવેલા બધા જ પ્રોમિસ સંતોષકારક પૂર્ણ થયા છે. જય નું કેહવું છે કે તેમને નીટ માં ૫૭૦ માકર્સ તો આવી જ જશે એવો તેમને વિશ્વાસ છે એ બદલ એ ટાઇમ સ્કૂલ ના શિક્ષકોનો આભારી છે. તેમજ અન્ય સ્કૂલોની  સરખામણી માં કોઈ પણ સમયે કોઈ પણ શિક્ષક ડાઉટ સોલ્વ કરી આપે છે.

રવીરાજસિંહ રાણા

ધો.૧૨ સાયન્સ માં સારૂ પરિણામ મેળવ્યા બાદ ટાઇમ સ્કૂલ ના વિદ્યાર્થી રવિરાજ સિંહ રાણા એવો વિશ્વાસ ધરાવે છે કે નીટ માં પણ ૫૪૦ માકર્સ મેળવી લેશે . રવિરાજસિંહ રાણા કહે છે કે ટાઇમ સ્કૂલ માં બે વર્ષના સમયગાળા દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થી ઓની પુરતી વ્યકિતગત કાળજી રાખવામાં આવતી બોર્ડની પરીક્ષા ની સાથો સાથ મેડિકલ એન્ટ્રન્સ ની પરીક્ષાઓની પણ તૈયારી કરવામાં આવતી. જે તે વિષય વસ્તુનું ઊંડાણ પૂર્વક તેમજ નીટ પરિક્ષાને અનુલક્ષીને ઉપયોગી સંપુર્ણ જ્ઞાન આપવામાં આવતું . ટાઇમ સ્કૂલ ના શિક્ષકો એ પરીક્ષાની આખરી દ્યડી સુધી માહિતી પૂરી પાડેલી. પરીક્ષા માટે જરૂરી ભણતર ઉપરાંત આત્મવિશ્વાસ અને શિસ્ત પણ અહીંથી મળેલ છે.

દીપક વાલીયા

ધો. ૧૨ સાયન્સ ના પરિણામમાં (૯૯.૫૭) પીઆર ગુજકેટ માં મેળવી ટાઇમ સ્કૂલ ના વિદ્યાર્થી દિપક વાલિયા કહે છે, મારી સફળતાનો સોથી મોટો શ્રેય એ માત્ર મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ ને ગણાવી શકાય. સાથો-સાથ મારા પૂજનીય માતા-પિતા ના સાથ સહકાર તેમજ શિક્ષકગણોના માર્ગદર્શન હેઠળ જ આટલી સફળતા મેળવી શકયો છું મારું એવું સપનું છે કે હું ન્યુરોસર્જન બનું એ  માટેના ધ્યેય સુધી પહોંચવા માટે જે જરૂરી બનતું માર્ગદર્શન તેમજ પરીક્ષાના અંતિમ સમય સુધી મારા મગજ ને સ્થિર બનાવનારા મારા વહાલસોયા ટાઇમ સ્કૂલ ના શિક્ષકગણ નો હું હૃદયપૂર્વક આભારી છું.

કૃપા અકબરી

ધો. ૧૨ સાયન્સ ના પરિણામમાં ૯૯.૬૩ પીઆર મેળવી ટાઇમ સ્કૂલ ની વિદ્યાર્થિની અકબરી કૃપા કહે છે. કે નીટ માં ૫૦૦ થી વધુ માકર્સ મેળવી શકશે તેવો વિશ્વાસ ધરાવે છે. કૃપા જેમને ભવિષ્ય માં ગવર્ન્મેન્ટ એમ.બી.બી.એસ માં એડમિશન લઇ કાર્ડિયોલોજિસ્ટ બનવાની ઈચ્છા ધરાવે છે.

ઓમ ગેડીયા

ગેડિયા ઓમ જેમણે ધોરણ ૧૨ સાયન્સ માં સારૃં પરિણામ મેળવ્યું છે. જેે કમ્પ્યુટર એન્જીન્યર બનવાની ઉત્સુકતા ધરાવે છે જેમને ગુજકેટ માં ૯૮.૩૮ PR મેળવેલ છે. ઓમ નું કેહવું છે કે ટાઇમ સ્કૂલ માં શિક્ષકો ગોખણપટી-ને બદલે મુદાસર ભણાવવાની પધ્તીને વધારે મહત્વ આપે છે. અહી શિક્ષકો સ્પર્ધાત્મક પરીક્ષાની તેયારી માટે જરૂરી સૂચનો અને સાચી માહિતી પૂરી પાડે છે.

રીયા ધનેશા

ધો.૧૨ સાયન્સ માં ટાઇમ સ્કૂલ ની ધનેશા રિયા એ ઝળહળતી સિદ્ઘિ પ્રાપ્ત કર્યા બાદ તેનું એવું માનવું છે કે નીટ માં પણ ૪૫૦ માકર્સ મેળવી લેશે એવો વિશ્વાસ ધરાવે છે. રિયા નું કેહવું છે કે તેમને પસંદ કરેલ ટાઇમ સ્કૂલ માં એડમીસન લેવા ના નિર્ણય ને લીધે પોતાની જાત પર ગર્વ અનુભવે છે. મારા ઉજવળ ભવિષ્ય માટે યોગ્ય માર્ગદર્શન મળી આવ્યું છે. સાથોસાથ પુરતું જ્ઞાન, પ્રોત્સાહન, સાથ સહકાર એ બધું જ ટાઇમ સ્કૂલ માંથી મળી આવ્યું છે એ માટે એ ટાઇમ સ્કૂલ ના બધાજ શિક્ષકગણ ને આભારી છે. (૯.૧૪)

(4:10 pm IST)