Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મોંઘવારીસામે કોંગ્રેસના ધરણા

ભાજપની કેન્દ્ર સરકારના ૪ વર્ષના શાસનમાં મોંઘવારી બેકાબુ બની હોવાના આક્ષેપો સાથે આજે શહેર કોંગ્રેસ દ્વારા રેસકોર્ષ પાસે અકિલા ચોક ખાતે રાજય સભાના સાંસદ અમીબેન યાજ્ઞીકની આગેવાની હેઠળ ભાજપ સરકાર વિરૂધ્ધ ધરણા યોજાયા હતા તે વખતની તસ્વીરમાં કોંગ્રેસના કોર્પોરેટરો દિલીપ આસવાણી, અતુલ રાજાણી વિવિધ નેતા વશરામભાઇ,  શહેર પ્રમુખ મહેશ રાજપુત, પ્રભાતભાઇ ડાંગર વગેરે કોંગી આગેવાનો, કાર્યકરો મોંઘવારી અંગે ભાજપ સરકાર વિરૂધ્ધ પ્લેકાર્ડ દર્શાવી વિરોધ કરી રહેલા નજરેપડે છે. (તસ્વીર સંદીપ બગથરીયા)

(3:46 pm IST)
  • નોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST

  • સુરતની લેડી ડૉન અસ્મિતા ગોહિલ ઉર્ફે ભૂરીએ પોતાનો ગુનો કબૂલ્યો છે અને હવે સુધરવાની વાત કરી છે. ભૂરીએ કહ્યું કે મારા પર જે આરોપ લાગ્યા છે તે સાચા છે. વાઈરલ થયેલો વીડિયો પણ મારો છે. ભૂરીએ પોતાની ભૂલ પણ સ્વીકારી અને કહ્યું કે જેલમાંથી બહાર આવીને હું મારી ભૂલ સુધારવા માગું છું. ભૂરીએ કહ્યું કે હવે મને લાગે છે કે મારે સુધરી જવું જોઈએ. ભૂરીએ આ નિવેદન કોર્ટ બહાર આપ્યું હતું. access_time 1:23 am IST

  • અમરેલી જિલ્લાના ઢાઢાનેશ વિસ્તારમાં વન કર્મચારી ઉપર સિંહનો હુમલોઃ ચાંચઇપાણીયા રેન્જ વિસ્તારમાં બિમાર સિંહની તપાસ કરવા જતાં સિંહ હુમલો કરીને નાસી છુટ્યોઃ ઇજાગ્રસ્ત વન કર્મચારી સારવારમાં access_time 2:32 pm IST